________________
મંત્રસાધના.
પ્રકરણ અને આજે તે કાળીચૌદશની કાળી રાત એટલે ગંધવી સ્મશાનની ઘેર ભયાનકતામાં પૂછવું જ શું! આજની કાળીશત્રિની તમામ કાળાશ જાણે ઉજજયિની નગરીના ગંધવી સ્મશાનમાં આવીને એકઠી થઈ હતી. હદયને ભેદી નાખે એવા ભયાનક ચિત્કારોથી સમસ્ત સ્મશાનમાં કંઈક અજબ ભયાનકતા ભરાઈ રહી હતી.
લેકમાન્યતા મુજબ ગંધવી સ્મશાનની કાળી ચૌદશની રાત્રિ અન્ય રાત્રિઓ કરતાં અનેક ગણુ ગંભીર ગણાતી. વાતે ચાલતી કે એ રાતે ચોસઠ જોગણુએ અહીં રાસ રમવા આવતી. બાવન વીર અહીં વૈતાળની સંગે નૃત્ય કરવા આવતા. માથા વિનાના ખવીસો આ સ્મશાનમાં આજે નિરકુશ મહાલતા. મહાકાલી પિતાના ખપ્પર માટે ખોપરીએની શોધમાં રખડતી. ભૂત, પ્રેત, ચૂડેલ, ડાકિની, શાકિની આદિ પ્રેત યોનિને આજે એક મહાન મેળો હતે. મેલી વિદ્યા તેમ જ મંત્ર સાધના સાધતા સાધકે, અને હાડકાઓને શોધતા કાપાલિકે સિવાય આજની રાત્રે ભાગ્યેજ કેઈ નજરે ચડતું. ઠેકઠેકાણે ભડભડ થતા ભડકાએ ભાળીને પત્થર હદયને માણસ પણ ભડકીને ભાગી જાય એવી અજબગજબની ભયાનકતા આજે ઉજજયિનીના ગંધવી સ્મશાનમાં ભારેભાર ઉભરાઈ જતી હતી.
સમય બરાબર મધ્યરાત્રિને હતે. કાળી ચૌદશની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com