________________
પાંચમુ' ]
વીર માણિભદ્ર.
૨૯
“ મા જી ! ઘીના ત્યાગથી થોડા દિવસમાં જ આપનું શરીર અર્ધું થઇ ગયું છે, અને આવી સ્થિતિ વધુ વખત લંબાય તેા કણ જાણે શું થાય ?” વહુની આંખમાં આંસુ ઉભરાઇ આવ્યાં.
“ મને કશું નહિ થાય; દીકરી ! મારી ચિંતા બિલકુલ કરીશ નહિ. આખી સૃષ્ટિને કયાં ઘદૂધ મળી શકે છે ! છતાં એ તમામ લેકે જીવી રહ્યા છે ને! હું કાંઇ એમ એછીજ મરી જવાની છું!”
“કેમ કેાણ મરી જવાનુ છે? માતાજી! આમ કેમ એલા છે ?” માતાના શબ્દો સાંભળી આશ્ચય ચકિત થઇને માણેકશાહ શેઠે આવતાં વેતજ પ્રશ્ન કર્યાં.
“ કશું નહિ બાપુ ! એ તે! અમસ્તું જ. ” માતાએ મૂળ વાતને ઉડાવી દેતાં કહ્યુ, ” એમ તે નહિ જ અને સાસુજી ! આ વાત હવે વધુ વખત ગુપ્ત રાખવી ચેગ્ય નથી. પૂછવાવાળા જ્યારે મેઢામાઢ આવી પૂછે, ત્યારે આવી વાત દબાવી દેવામાં શે। સાર છે તે સમજાતું નથી. માટે કાં તે સાચી વસ્તુસ્થિતિથી એમને વાકેફ કરો, અથવા તે મને તેમ કરવાની અનુજ્ઞા આપે.” લક્ષ્મીવહુએ આવી અમૂલ્ય તકના લાભ જતા ન કરવાના નિય કરી પોતાના અભિપ્રાય ખુલ્લી રીતે પ્રકટ કરતાં કહ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com