________________
માતાનું હેત અથવા સતીને સત્યાગ્રહ. [ પ્રકરણ
વહુ બેટા! આ શરીર તે માટીના ઘડા જેવું ક્ષણભંગુર છે. જિન ભગવાનને તે ટકાવવું હશે તે ટકાવશે. શરીરસંપત્તિને ટકાવી રાખવાને મારે મેહ તે કયારનેએ ચાલ્યા ગયા છે. સાસુએ અડગપણે ઉત્તર આપતાં જણાવ્યું.
સાસુને સમજાવવાના વહુના તમામ પ્રયત્ન આખરે નિષ્ફળ નીવડ્યા. સાસુની અતિ સુકમળ ધર્મભાવના પર
એમના પ્રિય પુત્રના હાથે જ લાગેલે ઝેરી જખમ ઝટવારમાં રૂઝાય એ ન હતું. એટલે વહુની બધી સમજાવટ વ્યર્થ જાય એમાં નવાઈ નહિ. વહુની આવી અસીમ લાગણી અને અનહદ ભક્તિભાવ જોઈને સાસુને અંતરાત્મા સંતુષ્ટ થયે. અને એણે પોતાની તમામ હૃદયવ્યથા વહુની પાસે સ્પષ્ટ સ્વરૂપે વ્યક્ત કરી દીધી. માણેકશાહના હાલના વલણથી એમનાં ધર્મપત્નીના મનને પણ ઓછે આઘાત નહેતે લાગે. એટલે સાસુવહુ બંનેનું દર્દ એક જ હતું. આ દઈને યેગ્ય ઈલાજ મળી આવે ત્યાં લગીને માટે માણેકશાહનાં ધર્મપત્નીએ પણ સાસુ ન જાણી શકે તેમ સાસુની પ્રતિજ્ઞાનું પિતે પણ પાલન કરવાને મન સાથે દઢ નિશ્ચય કરી લીધા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com