________________
શ્રીજી' ]
વીર માણીભદ્ર.
૧૭
મિયાન એને એક પણ કઠાર શબ્દ કહેવાના કાઇ પ્રસ‘ગ આન્યા ન હતા. દેશના ડાહ્યા માણસે જેનાં ડહાપણના લાભ લેવા ઇચ્છતા, એવા ડાહ્યા અને કહ્યાગરા પુત્રની અચળ ધર્મભાવનામાં આજ અચાનક આવા ગભીર પલટા કેમ આવી પડયા તે એક કાયડા હતા. આ કાયડાના ઉકેલ અશકય લાગતા હોવાથી માતાનાં અંતરની મૂંઝવણના પાર રહ્યો ન હતા. એની ઉભય આંખામાંથી શ્રાવણ અને ભાદરવાનાં નીર વરસી રહ્યાં હતાં. પેાતાના માભૂલ્યા પુત્રને પાછે સત્યમાગે વાળવા એ મનમાં ને મનમાં શ્રી જિન પ્રભુની પ્રાર્થના કરી રહી હતી.
એટલામાં દાદર પર પડતાં ફાઈનાં પગલાંના અવાજ એના કણુ પટ પર અથડાયા. શારીરિક સ્વસ્થતા જાળવવા તેણે તરત જ આખામાં ઉભરાઇ આવેલાં અશ્રુ પાલવની કાર વડે લૂછી નાખ્યાં.
તરત જ માણેકશાહ શેઠની ધર્મપત્ની લક્ષ્મીવહુ સાસુની સન્મુખ આવી ઊભી.
લક્ષ્મી વહુ ખરેખર લક્ષ્મીસ્વરૂપ જ હતી. સાસુના સ્નેહમાં તે માતૃપ્રેમનાં દર્શન કરી શકતી. અને સાસુ પણ તેને પેાતાનાં પેટની પુૠ પ્રમાણે જ ગણતી. આથી આ સાસુવહુ વચ્ચેના સ્નેહ માતાપુત્રી જેવા જ હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com