________________
F
માતાનું હેત અથવા સતીના સત્યાગ્રહ. [ પ્રણ
એક બાળક તરીકેનુ જ હાય છે. માતાની આંખ, ઉંમર, પ્રતિષ્ઠા અને મહત્તાનાં બાહ્યક આવરણાને ભેદીને પેાતાના પુત્રને માલસ્વરૂપે જ નિહાળી શકે છે. અને આ કારણથી જ પુત્રની ગંભીરમાં ગભીર ભૂલ પણ માતાના ઉદાર હૃદયમાં સદા સર્વદા ક્ષમાને પાત્ર હાય છે.
આજે આ હવેલીના એકાંત એરડામાં રડી રહેલું માતૃહૃદય ઉજ્જયિન નગરીના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠીની માતાનું હૃદય હતું.
જે પુત્રરત્નને આ માતૃહૃદયે આલ્યાવસ્થાથી જ ધનાં ધાવણ પાયાં હતાં, જે ખાલયની સુકામળ જમીનમાં એણે ધમભાવનાનાં અમૂલ્ય બીજ વાવ્યાં હતાં, જે પુત્રનાં જીવનમાં ઉમદા સ`સ્કારોનુ સિ'ચન કરવામાં એણે પોતાના આત્મા નીચેાવી નાખ્યા હતા, તે જ પુત્રને આજે ધર્મના સાચા માર્ગીમાંથી ચુત થએલા જાણીને એ માતૃહૃદય પર જાણે વજ્રપાત થયા હોય, એવી સખત ચાટ લાગી હતી. સમસ્ત જીવનની તેની કમાણી જાણે આજે એક જ દિવસમાં ધૂળધાણી થતી જતી હતી.
માણેક્શાહ શ્રેષ્ઠીની માતા કસ્તુરબાનું સાગરદય આજે ભય'કર વાવાઝોડાથી ખળભળી ગયુ હતુ. માણેક શાહુ પ્રત્યેના અને પુત્રપ્રેમ અથાગ હતા. જિંદગી દર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com