________________
ત્રીજું]
વીર માણિભદ્ર સુગંધ સામેની હવેલીના ખૂણે ખૂણામાં ભરી દઈને તેમાં રહેનાર વ્યક્તિઓનાં મગજ તર કરી દેતે. બે માળની એ સાદી સુંદર અને સુશોભિત ઇમારત સમસ્ત ઉજ્જયિનીમાં એક અનેરા નમૂના રૂપ ગણાતી. એ હવેલીને ઉપલે માળે આવેલા એક રમ્ય ઓરડામાં આજે એક માતાનું હૃદય રડી રહ્યું હતું.
“મા”—એ શબ્દ માત્રમાં જ કંઈ અજબ જેવી મીઠાશ છે. “મા”એ શબ્દોચ્ચારથી જ ઓંમાં જાણે અમૃતના ઘૂંટડા ઉતરતા હોય એટલે આનંદ ઉત્પન્ન થાય છે. જે શબ્દના મધુર રણકારથી કણેન્દ્રિય પરિતૃપ્ત બને છે, જેને માત્ર નામેચાર જ હૈયામાં હેતના ઉમળકા આણું મૂકે છે એ માતાનું સ્થાન સમસ્ત વિશ્વની અમેલી વસ્તુઓમાં એક અને અદ્વિતીય છે. માતાનાં નાનકડાં હૃદયમાં રહેલો વાત્સલ્ય ભાવ બ્રહ્માંડ ભરમાં પણ ન સમાઈ શકે એ વિરાટ છે. દુનિયાનાં તમામ બંધને જ્યારે તૂટી જાય છે એવી આખરી ઘડીઓમાં પણ માતાનાં નામને પરમ પવિત્ર ઉચ્ચાર છહવાગે રમી રહે છે. માતાના આવા અતુલ સ્નેહની જોડી જગતમાં કયાંથી જડે? આથી જ કવિ હૃદય પિકારી ઊઠે છે કે – “ જનનીની જોડ સખિ ! નહિ જડે રે લોલ !” - પુત્ર ગમે તે મહાપુરુષ હેય, કે પ્રતિષ્ઠાની પરા કાકાએ પહોંચેલ હોય, છતાં માતાનાં હૃદયમાં એનું સ્થાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com