________________
બીજું ]
વિર માણિભદ્ર. - આજે વહેલી પ્રભાતથી જ આ ઉપાશ્રયનાં મકાન પ્રત્યે ઉજ્જયિનીવાસીઓએ મીટ માંડી હતી. સમુદ્રની ભરતી પેઠે માનવમેદિનીને ધસારે પળે પળે વધતા જતા હતા. જોતજોતામાં જ આ આખું મકાન જૈન અને જૈનેતરવર્ગથી ભરચક ભરાઈ ગયું. - આ જૈન ઉપાશ્રય આજે ઉજજયિનીવાસીઓનું લક્ષ્યબિન્દુ બન્યું હતું. તેનું કારણ એ હતું, કે આજે લેકાગચ્છના આચાર્ય પદ્મનાભસૂરિનું ત્યાં જાહેર વ્યાખ્યાન હતું. આચાર્ય શ્રી હમણાં થોડા દિવસ થયાં જ ઉજજયિનીમાં પધાર્યા હતા. આ અલ્પસમયમાં જ એમણે પિતાની વાછટાથી ઉજ્જયિનીવાસીઓને મુગ્ધ કરી દીધા હતા. આજે પણ એમના ધર્મોપદેશનું શ્રવણ કરવા માટે લોકસમુદાય પ્રભાતથી જ કીડીઓની માફક ઉભરાઈ રહ્યો હતો. - દરેક જૈન ઉપાશ્રય સવારે અને બપોરે અનાયાસે એક વ્યાખ્યાન મંદિરમાં ફેરવાઈ જાય છે. વ્યાખ્યાનના સમયની આ પસંદગીને જરા ઝીણી નજરે નિહાળતાં એમાં પણ ડહાપણના દરિયાવ જેવા જેનોની સુંદર કરકસરનાં દર્શન થાય છે. પ્રાતઃકાળને જે વખત ઘણા કે સવારની મીઠી - લાગતી ઊંઘમાં ગાળી નાખે છે, અને બપોરને જે સમય કેલ્લાક લોકે વામકુક્ષિના આરામમાં વિતાવી દે છે, એ અ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com