________________
પ્રકરણ બીજું
પસ્વિની
ઉજજયિની નગરીના બરાબર મધ્યભાગમાં આવેલું જૈન લેકાગચ્છ ઉપાશ્રયનું એક વિસ્તીર્ણ મકાન શહેરની શોભામાં સુંદર વધારે કરી રહ્યું હતું. આરોગ્યશાસ્ત્રના નિયમ અનુસાર જૈન જનતાના દરેક ઉપાશ્રયમાં પવન અને પ્રકાશની વિપુલતા પ્રથમ દષ્ટિએ જ દષ્ટિગોચર થાય છે એટલું જ નહિ પરંતુ એ સ્થાનની સ્વચ્છતા અને સુઘડતા પણ દરેક વ્યક્તિને અવશ્ય આકર્ષી રહે છે. એમાં પણ આ તે માલવભૂમિનાં નાક સમી ઉજજયિની નગરીને ઉપાશ્રય એટલે એમાં પૂછવું જ શું!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com