________________
પહેલું
વીર માણિભદ્ર.
એમણે પોતાનું સમસ્ત જીવન ધમધ્યાનમાં અને ત્યાગવૈરાગ્યમાં જ વીતાવ્યુ હતું. આની પ્રમળ અસર અનાયાસે માણેકશાહ શેઠમાં ઊતરી આવી હતી. માણેકશાહ એમની માતાના એકના એક સ`તાન હાવાથી તે અત્યંત લાડકોડમાં ઉછરેલા હતા. આમ છતાં પણ તે માતાની આજ્ઞાનુ કદીપણ ઉલ્લંઘન કરે એવા ન હતા. માતાની આજ્ઞા એમને મન દેવઆજ્ઞા હતી. માતાનાં સુખદુઃખ એ જ એમનાં સુખદુઃખ, હતાં માતાના હૃદયને કદી પણ એક તલ માત્ર દુભાવવાને એ તૈયાર ન હતા. આ માતાપુત્રના પ્રેમ સમસ્ત ઉજ્જયિનીના આદર્શરૂપ હતા.
માણેકશાહ શેઠ અઢળક વડીલેાપાર્જિત મિલકતના માલિક હતા. એટલું જ નહિ પરંતુ તે પોતે પણ વ્યાપારી કુનેહના પૂરેપૂરા જાણકાર હાવાથી પેાતાના ધંધામાં દિવસે દિવસે ફાવતા જતા હતા. એમની વ્યાપારી કુનેહના પાચા સત્ય પર ચણાયલે એમના ઘરની અંદર પશુ સતયુગના જ વાસે હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com