________________
માલવભૂમિ.
[ પ્રકરણ ધર્મભાવના પ્રત્યે માણસ એક યા બીજી રીતે પણ અવશ્ય આકર્ષાય છે. કારણ એ છે કે ધર્મ એ જીવના સ્વભાવની અંદર જડાએલી વસ્તુ છે. જેઓ ધર્મના નામે ભડકે છે, તેઓ પણ જાણે અજાણે કઈને કઈ વસ્તુને ધર્મ જેટલી જ મહત્તાથી સ્વીકારી રહ્યા હોય છે. માનવપ્રાણને સ્વભાવ જ એ ઘડાયલે છે, કે તે કોઈપણ રીતે ધર્મ વિના ચલાવી શકતું નથી. પછી તે એક યા અન્ય સ્વરૂપમાં.
ધમપ્રેમ અને કર્તવ્યપરાયણતા એ ઉજ્જયિનીની પ્રજાને આદર્શ હતે. અને એથી એ પ્રજાને આત્મા જાણે અજાણે દિનપ્રતિદિન વિકાસને પંથે પ્રયાણ કરી રહ્યો હતે.
ઉજજયિની નગરી એ જૈનધર્મને પણ પરમ ધામ સમાન હતી. ઉજજયિનિની શોભારૂપ અનેક જૈન શેઠ શાહુકારેને ત્યાં ઘણું પુરાતનકાળથી વસવાટ હતે. એમાં ઘર્માવતાર સમા માણેકશાહ શ્રેષ્ઠી ઉજયિની નગરીના નગરશેઠ હતા. માણેકશાહ શેઠ ભક્તિના ભંડાર અને ધર્મ પ્રત્યે અપાર મમતા ધરાવનાર હતા. ધર્મભાવનાને પાઠ એમની માતા કસ્તુરબાએ એમને ગળથુથીમાં જ આ હતે. એમની માતા કસ્તુરબાની સુવાસ ખરેખર કસ્તુરીની માફક ચારે તરફ ફેલાએલી હતી. એમના પતિના અવસાન પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com