________________
વિર માણિભદ્ર. ધનાઢ્ય વગ ધર્મપ્રેમી તેમ જ અન્ય વર્ગ પ્રત્યે સદુભાવ ધરાવનાર હોવાથી એમનું આંતરિક જીવન સુખ અને શાન્તિથી વ્યાપ્ત હતું. શ્રમજીવી વર્ગ પણ શ્રીમતેના સંપૂર્ણ પ્રેમભાવથી સદા ઉત્સાહિત રહે. એ ઉત્સાહમાંથી જ અનેકવિધ અવનવી કળાઓ જન્મ પામતી અને વિકસતી. શ્રીમંતેની એક માત્ર અમદષ્ટિ જ શ્રમજીવીઓના જીવનને સુખ અને સંતોષથી ભરી દેવાને બસ છે, એનું જીવંત દષ્ટાંત આથી મળી રહેતું.
ભરત, ગૂંથણ, કાંતણ, વણાટ આદિ અનેક કારીગરીઓ ત્યાં ધમધોકાર ચાલી રહેલી હોવાથી, દેશ પરદેશના અનેક જાણકારો અને શ્રમજીવીઓ ઉજજયિનીમાં આવીને વસવાટ કરવા લાગ્યા હતા.
ધર્મપ્રાણસમાં દેવદેરાસરે, મઠમંદિરે તથા આશ્રમઉપાશ્રયમાં આખ્યાન વ્યાખ્યાન તેમ જ પૂજન સ્તવન આદિ અનેક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલી રહેલી હોવાથી ભક્તિમાન ભાવિકવર્ગ સદા ધર્મધ્યાનમાં પ્રવૃત્ત રહેતે.
કેઈપણ શહેર, નગર, કે દેશને ઉન્નતિના પથ પર ચઢાવનાર, ધર્મ એ જ એક પવિત્ર સાધન છે. ધર્મ એ માનવપ્રાણીની રગેરગમાં વહેતું એક અમેલું પ્રાણુતવ છે. આ ધર્મભાવના જ માનવપ્રાણને પશુની કટિથી જુદા પાડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com