________________
માલવભૂમિ.
[ પ્રકરણ હાર, ઉદ્યોગ, ચિત્રકામ, શિલ્પ, સ્થાપત્ય આદિ કલાઓના કલાધરેની કદરદાની તેમની ગ્યતાના પ્રમાણમાં બરાબર થતી હોવાથી, એવી અનેકવિધ કળાઓ ત્યાં વિકાસની પરાકાષ્ઠાએ પહોંચી હતી.
શહેરની અંદરનાં મકાને તેમ જ ચટાઓની રચના અને બાંધણી સપ્રમાણ હોવાથી તેમની રમણીયતામાં એર વધારે થતે હતો. નગરની બહારના ભાગમાં જુદી જુદી જાતનાં ફૂલની ફૂલવાડીઓ, તેમજ ફૂલફળાદિના બાગ બગીચાઓ, ઉત્તમ માળીઓની દેખરેખ નીચે ઉછરતા હેવાથી, ઉજ્જયિનીનું કુદરતી સૌન્દર્ય અનેકગણું ખીલી ઊઠયું હતું. ચંપ, ચપેલી, મોગરે, માલતી, ઈ, જૂઈ આદિ સુગંધી પુષ્પના સુવાસને પવનની લહરિઓ ક્ષિપ્રા. નદીના સુંદર તટ પર પ્રસારી દેતી હોવાથી ઉજજયિની નગરીના શેખીન જવાને સંધ્યા સમયે એ સ્થાન પર સહેલ માટે નીકળી પડતા. એ વખતે ત્યાં દેખાવ એક મોટા મેળા જેવું બની રહે. આવી ઉજ્જયિની નગરી એ અરસામાં ભારતવર્ષના મસ્તકમણિ સમાન હતી.
તમામ પ્રજા કર્તવ્યપરાયણ તેમ જ ધમનિષ્ઠ હોવાથી સુખ સંપત્તિની ત્યાં છે ઊછળતી. પરસ્પરના સુંદર સહકારથી ઉજજયિનીની પ્રજા એકબીજા પ્રત્યેની પિતાની ફરજો સુંદર રીતે બજાવી રહી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com