________________
પહેલું]
વીર માણિભદ્ર. માલવ દેશમાં ઉજયિની નગરી એ સુવર્ણમુદ્રામાં એક સુંદર રત્નસમાન શોભે છે. એ નગરીના અમર નામની સાથે અનેક નરવીરાની ઉજજવળ ઇતિહાસગાથાઓ ગુંથાયેલી છે. એના નામની સાથે જ જોડાએલ ક્ષિપ્રા નદી, ગંધવી સ્મશાન, અને અનેક પ્રકારની મંત્રસાધનાઓની દિલ ધડકાવનારી હૃદયભેદક કથાઓ આજે પણ આપણા અંતરના તારને ઝણઝણાવી રહે છે. કંઈ કંઈ કાપાલિકોના ધામસમું ઉજ્જયિની નગરીનું એ ગંધવ સ્મશાન ભારતભરમાં એક અને અજોડ છે.
આમ યુગયુગની યશધ્વજ ફરકાવતી ઉજજયિની નગરી આજ પણ અનેકાનેક ચિત્રવિચિત્ર સંરમરણેના સ્તૂપ સમી ઉન્નત મસ્તકે ઊભી છે. • આપણે જે સમયની વાત આલેખી રહ્યા છીએ, તે સમયે ઉજજયિની નગરી રાશી ચૌટાં અને બાવન બજારેથી ધમધમી રહી હતી. કેસર, કસ્તુરી, કરિયાણા આદિ વિવિધ પ્રકારની વસ્તુઓથી બજારે ભરપૂર ભરેલી જોવામાં આવતી હતી. આજુબાજુના અનેક ગામોના લેકે દરરોજ હજારોની સંખ્યામાં ઉજજયિનીની બજારમાંથી માલ ખરીદવાને આવતા. તેમજ મોટા મોટા નવલખી વણઝારા પિતાની લાખો પિઠે સહિત નાના પ્રકારની વ્યાપારની વસ્તુઓ સાથે ઉજજયિનીની વારંવાર મુલાકાત લેતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com