________________
માલવભૂમિ.
[ પ્રકરણ રાજાના અસીમ ઔદાર્ય અને પ્રખર વિદ્યાપ્રેમને પરિણામે જ માલવ ભૂમિ દેશવિદેશના શારદામંદિર સમાન બની હતી.
પંડિત પ્રવર કાલિદાસ જેવા વિદી અને વિદ્યાચતુર વિદ્વાને એ જ ભાગ્યશાળી ભૂમિના મેળામાં ખૂલી ગયા છે.
અકબર-બિરબલની માફક એકાકાર બની ગએલા અને અનેક ચાતુર્યકથાઓના કેન્દ્ર બનેલા ભેજ-કાલિદાસ સમાં નરરત્નને પિતાના હેતાળ હૈયામાં આશરે આપનાર માલવભૂમિની મહત્તા ઓછી કેમ અંકાય!
દેવી સરસ્વતીના પરમ સેવક અને ઉપાસક હેવા ઉપરાંત પ્રણયપંથની પરિસીમાએ પહોંચી જનાર મહા પ્રતાપી રાજા મુંજ પણ એ જ ભદ્રભૂમિના એક અમૂલ્ય રત્ન હતા.
જેના પવિત્ર નામને સંવત્સર ચલાવીને ભારતભૂમિએ જેનું પુનિત મરણ પિતાના હૃદયમાં સદાને માટે કાયમ માટે કતરી રાખ્યું છે, એવા મહાપરાક્રમી અને પરદુઃખભજન રાજા વીર વિક્રમાદિત્ય પણ એ જ માલવદેશના એક અદ્વિતીય નરવીર હતા.
આવા આવા અનેક પુરુષપુંગવે પિતાને ઉન્નત કીર્તિદેવજ જે ભૂમિ પર ફરકાવી ગયા છે, એ રત્નગર્ભા માલવભૂમિને હજારે ધન્યવાદ હે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com