________________
ભાગવતને માનવધર્મ એની શરૂઆત શાન્તિપર્વના ૧૫મા અધ્યાયમાં મળે છે; ત્યાં ઇદ્ર સમ્રાટ માંધાતાને કહે છે કે તમે યવને જેવી પરદેશી પ્રજાઓને બ્રાહ્મણની અસર તળે લાવ.” (કાણેઃ એજન, ૫. ૩૮૮–૯.) નાશિક, કારલા તથા બીજાં ઘણાં સ્થળાની ગુફાઓમાં દાતાઓ તરીકે યવનોનાં નામ આપેલાં છે. હિંદી રાજાએ પરદેશી હૂણ સ્ત્રીઓને પરણ્યાના દાખલા અનેક શિલાલેખોમાં આપેલા છે. દા. ત. ગુહીલ વંશને રાજા અલ્લટ હરિયાદેવી નામની હૂણ રાજકુમારીને ૫ર હતા. કલચુરી વંશના રાજા યશ:કર્ણદેવને પિતા કર્ણદેવ હતા, ને તેની માતા આવલ્લદેવી હૂણ રાજકુમારી હતી. મિશ્ર વિવાહ પણ ઘણું થતાં. રાજા મહાપર્વ નંદ મહાનંદી નામની શૂદ્રમાને પુત્ર હતા. વાકાટક વંશના રાજાએ વિષ્ણુદ્ધ ગોત્રના બ્રાહ્મણ હતા. ક્ષત્રિય જાતિના ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત બીજાની દીકરી પ્રભાવતી (ઈ. સ.નો પાંચમે સૈક) વાકાટક વંશના રાજા રુદ્રસેન બીજાની પટરાણી થઈ હતી. કદંબ વંશને સ્થાપક મયૂરશર્મા નામનો બ્રાહ્મણ હતા. તેના વંશજોનાં નામને છેડે ક્ષત્રિયના જે “વર્મા’ શબ્દ આવે છે. એના ચોથા વંશજ કકુસ્થવર્માએ પિતાની દીકરીઓને ગુપ્ત વંશના તથા બીજા ક્ષત્રિય રાજાઓ જોડે પરણાવી હતી. વાકાટક રાજા દેવસેનના પ્રધાન હસ્તિતભેજના એક વંશજ સેમ નામના બ્રાહ્મણે બ્રાહ્મણ અને ક્ષત્રિય જાતિની સ્ત્રીએ જોડે લગ્ન કર્યા હતાં. પૂર્વ બંગાળના એક સરદાર લેકનાથ, જેના પૂર્વ ભારદ્વાજ ગોત્રના બ્રાહ્મણ હતા, તેની માને બાપ કેશવ પારસવ (અર્થાત્ બ્રાહ્મણ બાપ અને શૂદ્ર માને દીકર) હતો; અને કેશવને બાપ વીર બ્રાહ્મણ હતે. વિજયનગરના રાજા બુકા પહેલા (ઈ. સ. ૧૨૬૮–૧૨૯૮) ની દીકરી વિરૂપાદેવી આગ પ્રાન્તના સૂબા બ્રહ્મ અથવા બમણ ડેયા નામના બ્રાહ્મણને પરણાવેલી હતી. ગુહીલ વંશને સ્થાપક ગુહદત નામને બ્રાહ્મણ હતા, ને તેના વંશજ ભતૃપ રાષ્ટ્રકૂટ વંશની ક્ષત્રિય રાજકુમારી જોડે પરણેલો. બ્રાહ્મણું જાતિના શુંગ કુળના સેનાપતિ પુષ્યમિત્રને દીકરો અગ્નિમિત્ર માલવિકા નામની રાજકુમારી સાથે પરણ્યો હતો, એમ કાલિદાસના “માલવિકાગ્નિમિત્ર’ નાટક પરથી જણાય છે. ૩૨. વિદૂઝિટિપુસા આમીરાં યવન: રાયઃ | येऽन्ये च पापा यदुपाश्रयाश्रयाः शुध्यन्ति तस्मै प्रभविष्णवे नमः॥
મી. ૨; ૪; ૨૮. ૩૩. “તાંચમહાબ્રાહ્મણમાં જે વાત્યતેમનું સવિસ્તર વર્ણન આપેલું છે તે બતાવે છે કે કેવળ વ્યક્તિઓને જ નહીં પણ આખી કેમોની કોમેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com