________________
મંદિર પ્રવેશ અને શાસે ભાગવતમાં જે ઈશ્વરની ભક્તિ છે તેને અભિમાન તરફ ક્રો દેષ છે. તેને હદયની દીનતા ગમે છે.૧૦ તેણે તે પ્રતિજ્ઞા કરી છે કે જેને ધન, વૈભવ, સત્તા, શરીરબળ, વર્ણ કે તપ કશાન પણ ગર્વ ચડશે તેને ગર્વ હું ઉતાર્યા વિના રહેવાને નથી; પછી તે ભલેને દેવરાજ ઇન્દ્ર કાં ન હોય. હું તે અભિમાનનો હણનાર (મિતિ) છું. જેને ગર્વ હું હણે તેણે સમજવું કે મારા પર ઈશ્વરની કૃપા થઈ. હું તે જેના પર કૃપા કરવા ઈચ્છું છું તેની સંપત્તિ હરી લઉં છું.”૧૧ એટલે જ શ્રીકૃષ્ણ દુર્યોધન જેવા મદાબ્ધ રાજાના મહેલમાં ઊતરવાનું નેતરું નકારી સુશીલ અને નમ્ર એવા વિદુરને ઘેર રહેવાનું પસંદ કરે છે. ભગવાને તે કહી રાખ્યું છે કે “હું અમુક વર્ણમાં જ માટે બીજા કરતાં ઊંચે એવું જન્મનું અભિમાન જેને નહીં થાય, જેને પિતાનાં કર્મ, વય, રૂપ, વિદ્યા, ઐશ્વર્ય, ધન વગેરેને ગર્વ નહીં ઊપજે, તેના પર જ હું અનુગ્રહ કરીશ.૧૩
ભાગવતે કહ્યું છે કે “તમારે જે ઈશ્વરની ભક્તિ કરવી હોય, તે જીવમાત્ર પ્રત્યે આદર રાખવું જોઈએ – દયા નહીં; પણ આદર, પૂજ્યભાવ. દયા કરનાર તમે કોણ છો? તમે તે મનથી પ્રાણીમાત્રને અતિ આદરભેર પ્રણામ કરો; કેમ કે એ પ્રાણીમાત્રના હૃદયમાં તો જીવરૂપે ઈશ્વર બેઠે છે, ભગવાન બેઠે છે. કઈ પણ જીવની અવગણના કરશે, તેને હલકે ગણી તેને તિરસ્કાર કરશો, તો તે ભગવાનની અવગણના, તેનો જ તિરસ્કાર થશે.”૧૪ ભગવાન કહે છે કે મહાન અને શાન્ત એવા જે સમદશ મુનિ હોય તે તે જીવમાત્ર પર વાત્સલ્ય રાખે છે.૧૫
એટલે ભાગવત આગળ જઈને કહે છે કે જગતનાં પ્રાણીઓની ઉપેક્ષા કરીને કરેલી ભગવાનની અર્ચના સાવ નકામી છે. ભગવાન પિતે કહે છે: “હું સર્વ પ્રાણીઓમાં પ્રાણીઓના આત્મારૂપે સદા રહેલો છું. એવા મારું અપમાન કરીને માણસ મારી પૂજાઅર્ચાનો ઢોંગ કરે છે ! હું ભૂતમાત્રમાં તેમના આત્મારૂપે રહેલે ઈશ્વર છું; તેને છોડીને જે માણસ મૂઢતાથી પૂજાઅર્ચા પાછળ પડે છે તે ભસ્મમાં જ હેમ કરે છે, અર્થાત તેની એ બધી પૂજાઅર્ચા એળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com