________________
ભાગવતને માનવધર્મ ભાગવતની ભક્તિ માનવપ્રેમ અને ભૂતદયાથી તરબોળ છે. તેમાં કહ્યું છે કે એ ઈશ્વર સહુનો પુત્ર, સહુને આત્મા, સહુને પિતા, ને સહુની માતા છે. તે જ આપણું માતા છે, આપણે પિતા છે, ને આપણે પતિ છે. તે ભૂતમાત્રને પ્રિય મિત્ર છે, સર્વને આત્મા છે. તે અકિચનનું ધન છે, ને અકિંચન માણસે એને પામી શકે છે. નવી વિયાયેલી ગાય જેમ પોતાના વાછરડાનું રક્ષણ કરે છે, તેમ કૃપાળુ ભગવાન આપણું દીનનું આ રીતે રક્ષણ કરે છે.' પૃથ્વીની પીડા જાને તે પૃથ્વી પર તેને ભાર ઉતારવા આવે છે. પ્રાણુઓ એના સુધી પહોંચે એની પણ એ વાટ નથી જેતે. કઈ પણ પ્રાણી આર્તનાદ કરીને એની સામે નજર કરે કે તે ભીડભંજન આવીને ઊભો રહે છે. ગજેન્દ્ર જેવા પશુએ પિતાની શક્તિનું અભિમાન છોડી સુંઢ ઊંચી કરી, ને એનું નામ દઈને ચીસ પાડી કે તરત હરિ આવીને ઊભો રહ્યો.૭ પ્રહલાદ જેવા
ખલયોનિમાં જન્મેલા ભક્તની વહારે પણ ધાવાનું એ ચૂકતો નથી.૮ જગતનો સમાજ જેને પીડે છે તેનો તે બેલી બને છે.
તેણે કૃષ્ણાવતાર લઈને પણ ગરીબ ને ભાવિક એવા વનવાસી ગોપ લોકોની વચ્ચે રહેવાનું ઉચિત માન્યું, ને ગાયો ચારી ગોપગોપી જોડે જાતજાતના બાળખેલ કર્યા. કૃષ્ણ ભારતવર્ષના શ્રેષ્ઠ પુરુષ ગણાતા હોવા છતાં તેમણે યજ્ઞમાં અતિથિઓના ચરણ ધોવાનું કામ માથે લીધું. એ જમાનાના સર્વોત્તમ સુભટ હોવા છતાં એમણે રથ હાંકવામાં હીણપત માની નહીં. દ્રૌપદી જેવી બહેનના એ સખા હતા, ભાઈ હતા; અને તેથી એ બહેન જ્યારે અસહાય બની ત્યારે તેણે એ દીનબન્ધને ધા નાખી કે “હે જનાર્દન! કૌરવર્ણવમાં ડૂબેલી મને તું બહાર કાઢજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com