________________
ભાગવતધર્મને વિશાળ પ્રવાહ હિંદુ ધર્મના આગેવાનેમાં આમ બે પ્રકારનાં માનસ છેક શરૂઆતથી ચાલ્યાં આવતાં હતાં. એક વર્ગ આર્યોની મૂળ વિદ્યા, તેના ગ્રંથે, ને તેના સંસ્કારની શુદ્ધિ વિષે આગ્રહ રાખનારે હતો. બહારથી આવતી જાતિઓના મિશ્રણને લીધે “બેળાવાડો' થતું. અટકાવવાને તેને સતત પ્રયાસ ચાલુ હતો. જૂનું સંસ્કારધન રખે અશુદ્ધ થઈ જાય એવી તેની હંમેશની ચિંતા હતી. બીજો વર્ગ બહારથી આવનાર માણસને વિશાળ હદયથી અપનાવવાના મતને હતે. નવી આવનારી જાતિઓને આર્ય પરિવારમાં દાખલ કરી આર્યોની વિદ્યા ને તેના સંસ્કારનું ક્ષેત્ર વિસ્તારવાને તેને આગ્રહ હતો. તેને થતું, આર્યોના સંસ્કાર શું એવા તકલાદી છે કે બીજાઓ તેના સમાગમમાં આવવાથી તે સંસ્કારો અશુદ્ધ થઈ જાય? આર્યોનાં ધર્મતત્વમાં શું અસંસ્કારીને પણ સંસ્કારી બનાવવાની શક્તિ નથી ? આર્યોના દેવો પણ શું માણસમાં ભેદભાવ રાખનારા છે? વસિષ્ઠ અને વિશ્વામિત્ર આ બે વર્ગના પ્રતિનિધિ કહેવાય.
પાછળના સમયમાં વસિષ્ઠના શિષ્યો ને સંતાનો સંકુચિત દષ્ટિના, ચુસ્ત બ્રાહ્મણ સંપ્રદાયના, પ્રતિનિધિ થયા. વિશ્વામિત્રના અનુયાયીઓ અને સંતાને ઔદાર્ય અને પ્રગતિ, સમાધાન અને સંમિશ્રણની પદ્ધતિના પ્રતિનિધિ બન્યા. ૧
આ બીજો વર્ગ હદયધર્મી હતો. તેણે હજારો અનાર્યોને ગાયત્રી મંત્ર ભણાવી આર્ય સંઘમાં દાખલ કર્યો. માણસનું હૃદય જાતિ અને લોહીના ભેદ સહન કરી શકતું નથી. હદયધર્મને માનનાર જ્ઞાની યાજ્ઞવલ્કયે પણ જનકને કહ્યું હતું:
હૃદય એ બ્રહ્મનું રહેઠાણું છે. હદય એ જ સ્થિરતા છે. હૃદય એ પ્રાણીમાત્રનું રહેઠાણ છે. તે સમ્રાટ ! હૃદય એ પ્રાણીમાત્રને આધાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com