________________
મંદિર પ્રવેશ અને શા પડ્યો નથી. વિશ્વામિત્ર ઉપર પણ ઈંદ્રને આ પ્રસંગથી ક્રોધ ચડ્યો નથી; કેમ કે ત્યાર પછી યજ્ઞમાં પશુની જગાએ બાંધેલા શુનશેપે વિશ્વામિત્રે રચી આપેલાં ઈંદ્ર અને વિષ્ણુનાં બે સૂક્તો સાંભળીને ઈ પ્રસન્ન થઈ શુનઃશેપને છેડી મૂક્યો છે. અને છેવટે વસિષ્ઠ પણ વિશ્વામિત્રનું બ્રહ્મર્ષિપદ સ્વીકાર્યું છે.૧૦
વનવાસે નીકળેલાં રામ લક્ષ્મણ ને સીતા ગંગાતીરે ગંગરપુર આગળ આવ્યાં, ત્યાં તેમને ગુહ નામના નિષાદ રાજાને મેળાપ થયે. તે નિષાદ હેવા છતાં રામને મિત્ર હતા, ને રામ એને પોતાની બરોબરીને માનતા હતા. તે અમાત્ય ને સગાઓ સાથે આવી, રામના દુઃખે દુઃખી થતો, રામને ભેટી પડ્યો ને કહેવા લાગ્યો: “હે રામ! જેવી તમારી અયોધ્યા તેવી આ ભૂમિ પણ તમારી જ છે. હે મહાબાહુ! તમારા જેવા પ્રિય અતિથિ કેને ત્યાં આવે?” પછી તરત તેણે જાતજાતનાં ભાવતાં ભજન અને અર્થ મંગાવીને કહ્યું: “હે મહાબાહુ! આ આખી ધરતી તમારી છે. અમે તમારા ચાકર, ને તમે અમારા સ્વામી. તમે અહીં સારી રીતે રાજ્ય કરે. આ બધા ખાવાપીવાના જાતજાતના પદાર્થો આણ્ય છે, સૂવાની પણ સામગ્રી છે, ને ઘોડાનું ખાવાનું પણ આપ્યું છે.' રામ સ્નેહપૂર્વક બે હાથે ગુહને ભેટી પડ્યા. વનવાસે નીકળેલાં એમણે તે ફળમૂળ વગેરે ખાવાને જ નિશ્ચય કર્યો હતો. તમે નિષાદ છે માટે તમારું ન ખવાય,” એમ એમણે ન કહ્યું. તેમ જ નિષાદને ભેટતાં, ને કૈવર્તીની હાંકેલી નાવડીમાં બેસતાં એમને કશીયે અડચણ ન આવી, કેમ કે એ કાળે અસ્પૃશ્યતાને વિચાર જ ન હતો. તેથી ગુહે કહ્યું કે રામ મારા સ્વામી છે ને સખા છે; અને મને જગતમાં રામ કરતાં અધિક પ્રિય કોઈ નથી.”૧૧ ગુહ જેવા આપણે અનેક ભાઈઓ આજે આપણને ભેટવાને હાથ લંબાવી રહ્યા છે. રામની પેઠે આપણે બે હાથ પહોળા કરી એમને ભેટીએ એટલી જ વાર છે. વળી, રામ કદાચ મને પાછા બોલાવે એ આશાએ, સુમન્ન ઘણો વખત નિષાદરાજ ગુહને ત્યાં રહ્યો પણ હતો.૧૧ એ નિષાદ અસ્પૃશ્ય તે ન જ હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com