________________
જન્મ અને આચાર બીજી ધ્યાન ખેંચે એવી વસ્તુ એ છે કે શોનું શસ્ત્ર કદી ન ટળી શકે એવું નથી. મહાભારત કહે છે. શદ્ર નિમાં જન્મેલે માણસ જે સદ્ગણનું અનુશીલન કરે, તો તે વૈશ્ય બને છે, ને ક્ષત્રિય પણ બને છે, અને સરળ વર્તન રાખે તો બ્રાહ્મણપદને પામે છે." વળી કહે છે : જગતમાં બ્રાહ્મણમાત્ર સકર્તન વડે બ્રાહ્મણ થાય છે. સદ્વર્તન કરનાર શુદ્ધ પણ બ્રાહ્મણત્વ પામે છે. વળી : સુશીલ અને ગુણવાન શદ્ર પણ બ્રાહ્મણ બને છે, અને ક્રિયાહીન બ્રાહ્મણ શદ્ર કરતાંયે હલકો બને છે. વ્યાસ કહે છે : અમુક જાતિમાં જન્મવાથી કલ્યાણ થતું નથી. સદ્વર્તન કરનાર ચાંડાલ હોય તો પણ તેને દેવ બ્રાહ્મણ માને છે.* શુક્રનીતિ કહે છે : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શક ને પ્લેચ્છ જન્મથી થતા નથી. એ વિભાગો ગુણકર્મ અનુસાર પાડેલા છે.૫ અગ્નિપુરાણમાં કહ્યું છે કે નાભાગના બે વૈશ્ય પુત્રો બ્રાહ્મણપદને પામ્યા. ભવિષ્યપુરાણ કહે છે : શુદ્ધ પણ જે શીલવાન હોય તે બ્રાહ્મણ કરતાં ચડિયાતો છે. બ્રાહ્મણ જે અનાચારી હોય તો શકથી હલકે છે.9 આના દાખલા આપતાં ભવિષ્યપુરાણ કહે છે : વ્યાસ માછણના, પરાશર ચાંડાલીના, શુક શુકીના, ને કણાદ ઉલ્કીના દીકરા હતા. હરિને પેટે જન્મેલા ઋષ્યશૃંગ તપ વડે બ્રાહ્મણ થયા હતા; એટલે સંસ્કાર પરથી જે વર્ણ નક્કી થાય છે. ગણિકાને પેટે જન્મેલા મહામુનિ વસિષ્ઠ તપ વડે બ્રાહ્મણ થયા હતા; એટલે સંસ્કાર પરથી જ વર્ણ નક્કી થાય છે. મહાભારતમાં વિશ્વામિત્ર અને વીતહવ્યના દાખલા આપીને કહ્યું છે કે તેઓ બન્ને ક્ષત્રિય હોવા છતાં તે જન્મે જ બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરી શક્યા હતા, અને એથી ઊલટું મતંગ ચાંડાલ ( શક પિતા ને બ્રાહ્મણ માને દીકરે) તે પ્રયત્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com