________________
શુદ્રના અધિકાર આ ઉપરથી એટલું દેખાય છે કે જે સમૂહોને સમાવેશ બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્યમાં થતું નથી તેમને સમાવેશ શદ્રમાં થાય છે, ને થો જોઈએ; તેમ જ એ વર્ગોને શદના જેટલા અધિકાર તો મળવા જ જોઈએ. હવે શુદ્રના અધિકારોમાંથી કેટલાક અગત્યના તરફ નજર કરીએ.
શદ્રોની સામે અનેક પ્રતિબધે મુકાયેલા જુદા જુદા ગ્રન્થમાં જોવામાં આવે છે એ ખરું. બ્રાહ્મણોની પિતાની વિદ્યા, પિતાના સંસ્કાર વગેરે જાળવવાની, આતુરતા તેની પાછળ રહેલી હોય એ પણ બનવાજોગ છે. પણ સાથે સાથે શદ્રોને સંસ્કાર આપી તેમને અપનાવવાની, ને તેમના અધિકારોનું ક્ષેત્ર વધારવાની, પ્રવૃત્તિ પણ છેક પ્રાચીન કાળથી ચાલી આવતી દેખાય છે.
“શુદ્રોમાં કોઈ પૈસાવાળા પણ હતા. યજ્ઞને માટે હષ્ટપુષ્ટ વાછરડે ધનવાન શૂદ્રની ગાયોના ટોળામાંથી લેવાનું લખ્યું છે.૧ કેટલાક રાજાઓ એવા પણુ હતા કે શૂદ્રોને પ્રધાન બનાવતા અને યજ્ઞ વખતે તેમને પણ સાથે રાખતા. શતપથ બ્રાહ્મણના કર્તાને આ વસ્તુ અયોગ્ય લાગી હતી એ વાત ખરી. પણ શૂદ્ર પ્રધાન થતો અને યજ્ઞમાં ભાગ લેતે એ વાત ચોકસ. . . . . ત્રણે દ્વિજ વર્ણ અને શૂદ્રો વચ્ચે સ્ત્રીપુરુષને સંબન્ધ, કાયદેસર અને ગેરકાયદે, પુષ્કળ ચાલતા....૩
રુદ્ર પ્રીત્યર્થે કરવાના એક યજ્ઞને વિષે વેદમાં એક જગાએ કહ્યું છે કે “આ યજ્ઞ નિષાદસ્થપતિ પાસે કરાવવો.' પૂર્વમીમાંસાસૂત્રમાં આની ચર્ચા કરીને એ નિર્ણય આપ્યો છે કે આ યજ્ઞ નિષાદ જાતના સ્થપતિએ જ કરવાનો છે; પછી ભલે તે ત્રણ વર્ષોની બહાર હોય. જેણે વિશ્વજિત યજ્ઞ કરીને સર્વસ્વ આપી દીધું હેય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com