________________
Re
મરિવેશ અને સારા નેતરવામાં મંદિરવિરોધી પક્ષે જ પહેલ કરી છે. આપણને અનુકૂળ હોય તે બાબતમાં રાજ્યની ને કાયદાની “દખલ” માગવી, ને આપણને પ્રતિકૂળ હોય તે બાબતમાં રાજ્યની ને કાયદાની “દખલ’ સામે ફરિયાદ કરવી, એ બે વાતો એકસાથે કરવી વાજબી ગણાય ખરી? અંગ્રેજી અમલ દરમ્યાન પણ સરકાર અને ધારાસભાએ સતી તથા બાળવિવાહના પ્રતિબંધ, તથા દેવસ્થાના વહીવટને અંગે અનેક કાયદા કરેલા છે. મદ્રાસ પ્રાંતમાં તે દેવસ્થાનના વહીવટ ઉપર સરકારને પાકે અંકુશ છે, ને તેને અંગે સરકારે એક ખાસ ખાતું વરસ થયાં કાઢેલું છે. વળી આપણે અનેક પ્રસિદ્ધ મંદિરોની મિલકતને અંગે વરસોનાં વરસ સુધી અદાલતમાં દાવા ચાલ્યા છે, ને તેમાં આપણા અનેક જાણીતા ધર્માચાર્યો પક્ષકાર બનેલા છે. એક જ ગાદી માટે હક કરનારા જુદા જુદા આચાર્યો અદાલતમાં ઊતર્યા છે; અને હિંદુઓના સંન્યાસીઓએ એ પદ માટેની પોતાની વ્યક્તિગત ગ્યતાના પુરાવા અહિંદુ ન્યાયાધીશો સમક્ષ રજૂ કરવામાં બાધ માન્ય નથી. કેટલીક જગાએ – દા. ત. ડાકરિના રણછોડજીના મંદિરમાં – ભગવાનને જુદે જુદે પ્રસંગે નિવેદ્યમાં કઈ કઈ ચીજે કેટલા પ્રમાણમાં ધરાવવી તેની વિગતો પણ હાઈકેટે હરાવી આપેલી છે, ને તે પ્રમાણે વર્તવા મંદિરના વહીવટદારે બંધાયેલા છે. આ બધી વિગતેને આપણે સહુએ શાંત ચિત્તે વિચાર કરી જેવો ઘટે છે.
ટિપણે ૧. વૈદ્યનાથ આયરઃ “હરિજન”, ૪-૬-૩૮. २. देवताध्यक्षो दुर्गराष्ट्रदेवताना यथास्वमेकस्थं कोशं कुर्यात् । तथैव
સૈટિરીય અર્થશાસ્ત્ર ૧; ૨. * ૩. કાણેઃ “હિસ્ટરી ઓફ ધર્મશાસ્ત્ર', . ૨, પૃ. ૯૨૨.
४. अत्र च धर्मस्थाने कृतश्रावकगोष्ठिकानां नामानि यथा । ... एतदीयसन्तानपरम्परया च एतस्मिन् धर्मस्थाने सकलमपि स्लपनपूजासारादिकं सदैव करणीय निर्वाहणीयं च ।
આબુને શિલાલેખ ૫. કાણેઃ એજન, પૃ. ૯૧૦-૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com