________________
હિંદુ સમાજની પ્રતિજ્ઞા
૩૭ માલિકી રદ કરી. આ બધી મંદિર પ્રવેશના ઢઢેરા પહેલાંની વાતો. મંદિરપ્રવેશના ઢંઢેરાએ તો એ બધા પર કળશ ચડાવ્યો.
- મૈસુર રાજ્યના દસ્તાવેજોમાં ટિપુ સુલતાને ઈ. સ. ૧૭૮૦–૧માં તેના અમલદારને લખેલો એક પરિપત્ર સચવાયેલો મળ્યો છે. તેમાં લખ્યું છે: “મંદિરે તમારા વહીવટ નીચે છે. તેથી તમારે એટલી કાળજી રાખવી જોઈએ કે સરકાર તરશી મળતી મદદમાંથી દેવાનું નિવેદ્ય ને મંદિરની રોશની કહ્યા પ્રમાણે બરાબર થાય.” એથી લગભગ બે હજાર વર્ષ પહેલાં અશોકે આવી રીતે બૌદ્ધ ધર્મના કામમાં “હરતક્ષેપ કર્યાની નૈધ ઈતિહાસમાં છે. બૌદ્ધ સંધમાં ઘૂસી ગયેલા ૬૦ હજાર પાખંડી ભિક્ષુઓને રાજાએ સંધ બહાર કાઢી મૂક્યા, ને ઘણા વખતથી બંધ રહેલો ઉપાસથ ઊજવાયો. લંકાના ઈતિહાસમાં તિસ્સ નામના સ્થવિર સામે ગંભીરમાં ગંભીર આરે હતા. તે વેળાના રાજા મહાસેનની મરજી વિરુદ્ધ જઈને. પણ તેના પ્રધાને તિસ્યને સંધ બહાર કર્યો. આ હકીકતો “મહાવંશ” નામના બૌદ્ધ ગ્રન્થમાં આપેલી છે.
* * * ધર્મને અંગે ચાલતા રિવાજોમાં ફેરફારો સામાન્ય રીતે લોકમત બદલાય તેમ તેમ થાય છે. એમાં રાજ્યની દખલ ન જોઈતી હોય, તે લોકમતને પિતાનું કામ કરવા દેવું જોઈએ ને તેને યોગ્ય પ્રમાણમાં માન આપવું જોઈએ. આ ધોરણે આપણે અનેક ધાર્મિક ને સામાજિક રિવાજે સેંકડો વરસથી વખતોવખત બદલાતા આવ્યા છે. પણ અંગ્રેજી રાજ્ય થયા પછી આ રીતે ફેરફાર થતા અદાલતોએ બંધ કરાવ્યા. કેટલાક સંચાલકોએ મંદિરો હરિજનો માટે ખેલાં, તેમની સામે મંદિર પ્રવેશના વિરોધી પક્ષે, પ્રીવી કાઉન્સીલ સુધી લડીને, એવા ચુકાદા મેળવ્યા કે મંદિરના ચાલતા આવેલા રિવાજમાં ફેરફાર કરાય નહીં. પ્રજાના દસ હજાર માણસમાંથી ૯૯૯૯ ઈચ્છે કે હરિજનને મંદિરપ્રવેશ આપવો છે, પણ એક માણસ જે ન ઇચ્છે, તો તે ફેરફાર ન કરી શકાય! આ ધોરણે દુનિયામાં કદી કામ ચાલ્યું નથી. વળી આમાં જોવા જેવું તે એ છે કે અંગ્રેજી રાજ્ય થયા પછી મંદિરોને અંગે રાજ્યની તથા અદાલતની “દખલ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com