SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ કર૦ - મદિરવેશ અને શાસે હાસ્યજનક છે. દુનિયાભરના કોઈ ધર્મમાં આવું નથી. હરિજને હિંદુ છે. આપણે અત્યારે તેમના તરફ અન્યાય આચરી રહ્યા છીએ, અને તેથી આપણી અધોગતિ થયેલી છે. તે અન્યાય દૂર કરવાની આપણી ફરજ છે.” ઠાકોર સાહેબને અભિનંદન આપતાં શ્રી. મહાદેવ દેસાઈએ લખેલું : “સંગીના નોખા મંદિર માટે ઠાકોર સાહેબ પાસે મદદ માગવામાં આવી, તે તેમણે કહ્યું કે હું તો લાઠીમાં રાજ્યનું મોટું મંદિર છે તે જ હરિજનને તેમ જ સૌ હિંદુઓને માટે ખુલ્લું મૂક્વા તૈયાર છું.... (કાઠિયાવાડમાં) ત્રાવણકોરના મહારાજાની પેઠે, અસ્પૃશ્યતાને મળતી રાજ્યની મારી પહેલવહેલી ખેંચી લેવાનો યશ તે સ્વ. રાજવી કવિ ક્લાપીના સુપૌત્ર પ્રહલાદસિંહજીએ જ લીધો છે.” - પછી તો ત્રાવણકોરના દાખલાનું અનુકરણ ઝપાટાભેર થવા લાગ્યું. ૧૯૩૭ના જુલાઈ માસમાં કાચીન રાજ્યના ત્રિચુર શહેરમાં આવેલા નાવિલ મઠના અધિષ્ઠાતા શ્રી. પરમેશ્વર ભારતી સ્વામીએ મઠને લગતાં સર્વ મંદિરે સહુ હિંદુઓને માટે નાતજાતના ભેદભાવ વિના ખુલ્લા મૂક્યાં. ૮૬ વરસના વાદ્ધ આ સ્વામીજીએ તેમના જાહેરનામામાં કહ્યું: ત્રાવણકોરના ના. મહારાજાએ કાલે મંદિર પ્રવેશનો ઢર કોઈ પણ રીતે વર્ણાશ્રમને કે વેદની કે શાસ્ત્રની આજ્ઞાનો વિરોધી નથી. મારે હાર્દિક અભિપ્રાય એવો છે કે એ ઢઢેરાથી હિંદુ ધર્મ પાળનારા સર્વ વણ ને વર્ગોમાં મિત્રાચારી ને સહકાર પેદા થશે. તેથી એ ઢંઢેરાની એકેએક વસ્તુના હાર્દની જોડે હું મારી સંમતિ પૂરા હૃદયપૂર્વક પ્રગટ કરું છું. અને હું ઊંડા અંતરથી કબૂલ કરું છું કે એ ઢંઢેરો હિંદુ ધર્મનાં કરડે માણસોનું કલ્યાણ સાધવામાં સાધનભૂત થશે, અને તેમનાં ઉન્નતિ ને જ્ઞાનને માટે માર્ગદર્શક જાત તરીકે કામમાં આવશે.” . સ્વામી અળવચેરી તપુરષ્કળ કેરળના બ્રાહ્મણોમાં સૌથી મોટા ધર્મગુરુ મનાતા. તેમણે અભિપ્રાય આપે કે ત્રાવણકોરને ઢંઢેરો હિંદુ ધર્મના આદર્શોને જરા પણ વિરોધી નથી, અને તેનાથી વેદની કે શાસ્ત્રની આજ્ઞાઓને કોઈ પણ રીતે ભંગ થતો નથી. ૧૯૩૮ના માર્ચમાં ઈદેરના મહારાજા સાહેબે પિતાના રાજ્યનાં સર્વ સરકારી મન્દિરો હરિજને માટે ખુલ્લાં જાહેર કર્યા.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034547
Book TitleMandir Pravesh Ane Shastro
Original Sutra AuthorN/A
AuthorChandrashankar Pranshankar Shukla
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy