________________
• હિંદુ સમાજની પ્રતિજ્ઞા ખલેલ ન પડે. એ બ્રાહ્મણ મદદનીશ મંદિરમાં આવનાર દરેક પૂજકને આપવાને પ્રસાદ કેળના પાંદડા પર મૂકીને દરવાજે તૈયાર રાખે છે. મંદિરો બહુ જ ચોખાં રખાય છે; અને ધાર્મિકતા, મિત્રભાવ, તથા સાર્વત્રિક ભ્રાતૃભાવનું વાતાવરણ પ્રવર્તે છે.
મંદિરના સર્વ અધિકારીઓને કડક હુકમ અપાયેલ છે કે હરિજનો સમાન ભાવે ને સમાન દરજ્જાથી પૂજા કરી શકે તે માટે અધિકારીઓએ તેમને બનતી બધી મદદ આપવી. ઊંચામાં ઊંચાથી નીચામાં નીચા સુધીના સવ અમલદારોને ચેડા જ વખત ૫ર ૫રિ૫ત્રો મેક્લાયેલા છે કે અસ્પૃશ્યતાનું નિવારણ, અને સર્વ જાતિના લોકો માટે સમાન ભાવે મંદિર પ્રવેશ અને પૂજા તથા જાહેર સ્થળને વાપર એ રાજ્યના પાયારૂપ મૂળ સિદ્ધાંતોમાંને એક છે, અને સહુ અમલદારોએ તેને પોતાની ફરજના એ આવશ્યક અંગરૂપ ગણું તેનો અમલ કરવાનો છે. રાજ્યના અમલદારો પોતે દાખલો બેસાડે છે ને ઢઢેરાનું કડકાઈથી આચરણ કરે છે, તેને લીધે લોકો તેમના દાખલાને અનુસરી શક્યા છે; અને અસ્પૃશ્યતા તથા દૂરતા હવે ભૂતકાળના ગેટ હું સ્વપ્ન જેવી ભાસે છે.”
આજે અગિયાર વરસ થવા આવ્યાં આ ઢંઢેરાને અમલ ચાલુ છે; ને તે એટલે સરળ ને સુંદર રીતે ચાલે છે કે તેને વિષે આજ લગી એકે પક્ષ તરફથી કશી ફરિયાદ કરવાનો પ્રસંગ નથી આવ્યો. હરિજનોએ આ છૂટનો દુરુપયોગ કર્યો છે એવો ધ્વનિ પણ કદી નીકળવા પામ્યો નથી. તેમ જ મંદિરમાં જનારા હરિજનેતર હિંદુઓની સંખ્યામાં બિલકુલ ઘટાડે થયું છે એવું પણ સાંભળવામાં નથી આવ્યું.
. આ એતિહાસિક બનાવ પછી છએક મહિને કાઠિયાવાડમાં આવેલા લાઠી સંસ્થાનના ઠાકોર સાહેબે લાઠીમાં પિતે નવું બંધાવેલું “અન્નક્ષેત્ર” નામનું વિશાળ સાર્વજનિક મંદિર હરિજન માટે ખુલ્લું મૂકયું. કાઠિયાવાડમાં હરિજનો માટે ખુલ્લું મુકાનાર આ -પહેલું સાર્વજનિક મંદિર હતું. આ પ્રસંગે ઠાકોર સાહેબે જે ભાષણ ' કર્યું તેમાં કહ્યું : * “ઈશ્વરને ભજવાને અને તેનાં દર્શન કરવાને હક સહુ કોઈને સરખે છે. મંદિરમાં હરિજન આવે છે તેથી ઈશ્વર અભડાય એમ કહેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com