________________
- ચાતુવર્યા વિશ્વરૂપની પુત્રી ને ભારતની પત્નીનું નામ છે.૧૭ લિંગાયત સંપ્રદાયમાં ઊંચામાં ઊંચો વર્ગ લિંગી બ્રાહ્મણોને છે. આ વર્ગમાં બે પેટાસમૂહ છે – એક આચાર્યોને, અને બીજે પંચમેનો. શિવના ઈશાનમુખમાંથી એક ગણેશ્વર નીકળ્યો, તેને પાંચ મોઢાં હતાં. આ પાંચ મોઢાંમાંથી પાંચ “પંચમ' નીકળ્યા. તેમનાં નામ મખારિ, કાલારિ, પુરારિ, સ્મરારિ, અને વેદારિ હતાં. એ મૂળ તે શિવનાં જ મુખ હતાં; ને તેમણે કરેલાં જુદાં જુદાં કાર્યોને લીધે તેમને આ નામ અપાયેલાં હતાં.૧ અહીં “પંચમ' શબ્દને અર્થ કેવો જુદો જ છે તે જોઈ શકાય છે. અમરકેષમાં પંચજન’નો અર્થ “મનુષ્ય” એ આપે છે.
મહામહોપાધ્યાય કાણે લખે છે : “આધુનિક કાળમાં કહેવાતા અસ્પૃશ્યોને પંચમ કહેવામાં આવે છે, એ વસ્તુ સ્મૃતિપરંપરાથી વિરુદ્ધ છે . . . . આ ઉપરથી એમ ફલિત થાય છે કે પાણિનિ અને પતંજલિએ ચાંડાલો ને મૃતપાને શૂદ્રોમાં સમાવેશ કર્યો હતો. અંગિરસે “અત્યાવસાયી”ની ગણનામાં ચાંડાલ અને શ્વપની જેડે ક્ષત્તા, સૂત, વૈદેહિક, માગધ અને આગવ ( જે બધી પ્રતિલોમ જાતિઓ છે)ને ઉલ્લેખ કર્યો છે,૧૮ તેમાં એ સ્પષ્ટ રીતે બતાવે છે કે પોતે ચાંડાલોને શૂદ્રોમાં સમાઈ ગયેલા માને છે. મનુએ કહ્યું છે કે સર્વ પ્રતિલોમ જાતિઓના ધમે શૂદ્રના ધર્મો જેવા છે.૧૯ મહાભારતના સાન્તિપર્વમાં તે સાફ કહ્યું છે કે વિદ્વાન બ્રાહ્મણે વૈદેહિકને શૂદ્ર જ કહે છે. ૨૦ પણ ધીરે ધીરે શૂદ્રો તથા ચાંડાલ જેવી જાતિઓ વચ્ચે ભેદ પડવો શરૂ થયો. રઢિ તથા અળગાપણાની ભાવનાને લીધે અસ્પૃશ્યોની યાદીમાં નવી જાતિઓને ઉમેરો કરવામાં આવ્યા; જોકે તેમ કરવા માટે શાસ્ત્રમાં કશો આધાર નહોતા.૨૧
વિષ્ણુધર્મોત્તરમાં “અંત્યજ” અને “શદ્ર' એ શબ્દ એક જ જાતિને લાગુ પડે છે એમ સ્પષ્ટ બતાવ્યું છે.૨૨ એ જ ગ્રન્થમાં
અંત્યજ' એ શબ્દ શદ્રના અર્થમાં વાપરેલો છે. ૨૩ જે જાતિઓને અત્રિસ્મૃતિમાં “અન્યજ' કહી છે તેને જ સ્કંદપુરાણમાં “શ” કહી છે. ૨૪ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com