________________
મંદિર પ્રવેશ અને શાસે - અથવા પ્રજાસમૂહ. વળી ઋદમાં “પંચજન’ શબ્દ પણ આવે છે. એક જગાએ કહ્યું છે કે “પાંચ સમૂહની બનેલી પ્રજાએ મોટે અવાજે ઇન્દ્રની પ્રાર્થના કરી.” વિશ શબ્દના વિશેષણ રૂપે “પાંચજન્ય' શબ્દ વાપર્યો છે, એ બતાવે છે કે “જન” અને “વિશ'ના અર્થમાં ભાગ્યે જ કશો ફરક હોય. એટલે “જનને અર્થે પણ પ્રજા કે પ્રજાસમૂહ થાય છે. આવેદમાં તો અનુસ, કુહ્યુસ, યદુ, તુવંશસ અને પુરુ એ પાંચ જાતિઓને “પંચજના' કહી છે. આ વાત આગળ જતાં ભુલાઈ ગઈ લાગે છે. યાસ્કે, તેમના “નિરક્ત માં, તે વેળા પ્રચલિત એવા બે અર્થો નોંધ્યા છે. એક મત પાંચ સમૂહ આ પ્રમાણે ગણાવે છે – ગન્ધર્વો, પિતર, દેવ, અસુરે, ને રાક્ષસે. બીજો મત ચાર વર્ણ ને ઉપરાંત પાંચમે નિષાદ એમ પાંચ વર્ણ એવો અર્થ કરે છે. આ બીજો અર્થ ખરો છે એમ જરા વાર માનો, તોયે એ પરથી તે એમ સૂચિત થાય છે કે નિષાદને સવર્ણ ગણવામાં આવ્યો હતો, અવર્ણ અથવા વર્ણબાહ્ય નહીં. ઘણાં સૈકા પછી સાયણ આ અર્થ આપે છે. પણ કદ પછી તરતના કાળમાં રચાયેલા શપથ બ્રાહ્મણે ચાર જ વર્ણ ગણાવ્યા છે.૧૦ વેદ પરથી તો દેખાય છે કે આ “પંચજનોને તે યજ્ઞ કરવાનો પણ અધિકાર હતો.૧૧ ગીતાએ “ચાતુર્વર્ય” શબ્દ વાપર્યો છે. ૧૨ મહાભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે “વર્ણ ચાર છે; પાંચમો વર્ણ છે જ નહીં. '૧૩ મનુએ પણ નિઃસંદેહ રીતે કહ્યું છે કે “બ્રાહ્મણ, ક્ષત્રિય, ને વિસ્ય એ ત્રણ વર્ષે દિજાતિ એટલે બે વાર જન્મેલા. એથે શુદ્ર તે એક વાર જન્મેલે. તે ઉપરાંત પાંચમે વર્ણ નથી.'૧૪ મહાભારત કહે છે:
એ બ્રાહ્મણે (પરશુરામે) પૃથ્વી નક્ષત્રી કર્યા પછી ક્ષત્રિય સ્ત્રીઓ પુત્રો મેળવવાની ઈચ્છાથી બ્રાહ્મણે પાસે ગઈ; અને તેમાંથી બ્રાહ્મણ વગેરે ચાર વર્ષે ઉત્પન્ન થયા. ૧૫ મહાભારતમાં પંચજનાઃ ” શબ્દ આવે છે ત્યાં મધ્યયુગીન ટીકાકાર નીલકંઠ અસુર, ગંધર્વ વગેરેને ગણાવ્યા છે.
ભાગવતમાં તે “પંચજન' એ પ્રજાપતિનું નામ છે, અને તેમની પુત્રી અસિફનીને “પાંચજન્યા' કહી છે. વળી “પંચજની' એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com