________________
મહિરમલ અને શાસે આ નામાંથી એક પણ ઈ સ્મૃતિમાંથી બનાવી શકાશે? કે સ્મૃતિઓમાં જેમનાં નામ આપ્યાં છે તેમાંના કોઈના આ વાર છે એવો પુરાવો આપી શકાશે ? ( ૧૯૩૧ ના વસ્તીપત્રકમાં કેટલીક જગાએ “બાહ્ય જાતિઓ” (એટીરિયર કાર્સ) એ શબ્દ પણ વાપરેલે મળે છે. આ જાતિઓના આંકડા પ્રાંતિક સરકારે કાયા તે જુદા મતાધિકાર (ચાઈઝ) નક્કી કરવા માટે નિમાયેલી સરકારી સમિતિએ કાઢ્યા તે જુદા; અને વસ્તીપત્રક બનાવનારાએ કાઢયા તે વળી જુદા !
બાહ્ય જાતિ” કોને કહેવી એ વિષે દરેકે પિતાને મનગમતું ધોરણ ચણ્યું. યુક્ત પ્રાંતની સરકારે કેટલીક જાતિઓને આ વર્ગમાંથી બાતલ રાખી હતી; તેમને વસ્તીપત્રકવાળાએ આ વર્ગમાં ઉમેરી;” અને બાહ્ય” કોને ગણાય તે માટે આ ધારણ કરાવ્યું. (૧) જાહેર અા ને સગવડના વાપરમાં અડચણ, (૨) મંદિરપ્રવેશ આદિની બંધી, (૩) હજામ, દરછ કે ધોબી જેનું કામ કરવા ના પાડે તે, (૪) જેના હાથનું પાણું ન પીએ તે, (૫) સ્પર્શથી આભડછેટ.
પણ આવી બધી જાતિઓ માટે સરકારે ઠરાવેલો શબ્દ તે તે “દલિત જાતિ' હતું. એને મળતો શબ્દ હિંદની કઈ ભાષામાં તો નહોતે. બંગાળનું વસ્તીપત્રક તૈયાર કરનાર અંગ્રેજ અમલદારે ઉપર - કરાવેલા ધોરણની ટીકા કરતાં આ મતલબના શબ્દો કહ્યા કે આ
સામાજિક પ્રતિબન્ધ છે તેને જોડે સરકારને શી લેવાદેવા, ને તેમની સંખ્યા વસ્તીપત્રકમાં જુદી બતાવવાથી શું લાભ? સરકાર પોતાના કામકાજમાં એ પ્રતિબંધને માન્ય રાખતી નથી; અને ન રાખે એટલે એનું કામ પૂરું થાય છે. પણ અત્યારે આ જાતિઓને ધારાસભાઓમાં જુદી બેઠકો આપવાનો સવાલ ઊભો થયે છે, એટલે આ વગીકરણ કરવું પડયું છે.’ પ્રાન્તમાં વસ્તીપત્રક તેયાર કરનાર અમલદારોની સમિતિએ ઠરાવ કર્યો કે “દલિત 'માં એકલા અસ્પૃસ્યોને જ લેવા. પણ બંગાળનું વસ્તીપત્રક કરનાર અમલદારને લાગ્યું કે જે જાતિઓ કેળવણીમાં ને આર્થિક સ્થિતિમાં પછાત હેય તેમને પણ આ વર્ગમાં લેવી; એટલે તેણે અસ્પૃશ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com