________________
બૌદ્ધ ધર્મ અને સંઘ ભાર દીધેલોબૌદ્ધ ભિક્ષુઓમાં જેમ જાતિભેદ નહોતો, તેમ બ્રાહ્મણધર્મી સંન્યાસીઓમાં પણ નહતો. અશોકના અમાત્ય યશની કથા છે, તેના એક ગ્લૅકમાં કહ્યું છેઃ “છોકરા છોકરીના લગ્નમાં જાતિનો વિચાર કરવો યોગ્ય છે. ધાર્મિક બાબતોમાં જાતિનો વિચાર કરવાની જરૂર નથી. કેમ કે ધાર્મિક કામમાં ગુણ જેવાના હોય છે; અને . ગુણ જાત પર આધાર રાખતા નથી.
ધમ્મપદમાં બ્રાહ્મણવગ' છે, તેમાં સાચે બ્રાહ્મણ કને કહેવાય તે વિષે અનેક ગાથાઓ આપી છે. માત્ર બાહ્ય ચિને ધારણ કરવાથી બ્રાહ્મણ થતો નથી, તેમ સ્થવિર થતો નથી. તેને માટેના ગુણ હોવા જોઈએ. દાખલા તરીકે, એમાંની એક ગાથામાં કહ્યું છે: “જે માણસ ધ્યાની છે, જેનું પાપ ધોવાઈ ગયું છે, જે સ્થિર છે, જે કરવાનાં બધાં કામ કરી ચૂક્યો છે, જેને આસ રહ્યા નથી, અને જેણે ઉત્તમ અર્થ પ્રાપ્ત કર્યો છે, તેને હું બ્રાહ્મણ કહું છું.૧૦
બ્રાહ્મણ આદિ વર્ણો કેવળ જન્મને જ આધારે ગણાવા લાગ્યા, ને બ્રાહ્મણને ત્યાં જ તેનામાં યોગ્ય ગુણ ન હોય તોયે તે બ્રાહ્મણ જ ગણાય એવી સ્થિતિ આવી - અર્થાત વણે “જાતિ’નું રૂપ ધારણ કર્યું, ત્યારે જૈન અને બૌદ્ધ સંપ્રદાયોને એવા જાતિવાદની સામે વિરોધને પિકાર ઉઠાવવાની જરૂર લાગી હોય એ સ્વાભાવિક છે. વેદધર્મની અંદર પણ એ જ પિકાર અવારનવાર ઊઠતો, તેના પુરાવા વૈદિક ગ્રંથોમાં પડેલા છે. “બ્રહ્મબંધુ' અને “ક્ષત્રબધુ” જેવા શબ્દો એ વિરોધનું જ સૂચન કરે છે.
ડૉ. રાજેન્દ્રલાલ મિત્રના “નેપાળમાં સંસ્કૃત બૌદ્ધ સાહિત્ય' એ નામના પુસ્તકમાં અસ્પૃશ્યતા અને વર્ણ વિષે એક ચંડાળ અને એક બ્રાહ્મણ વચ્ચે થયેલા એક સંવાદ આપેલ છે. ગંગાકાંઠે અરણ્યમાં ત્રિશંકુ નામને એક ચંડાળ રહેતે હતે. તે દસ હજાર ચંડાળને આગેવાન હતો. પૂર્વજન્મમાં તેણે વેદ, ઇતિહાસ, સ્મૃતિ અને બીજાં શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું, તે તેને આ જન્મે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com