________________
જૈન ધર્મમાં આwયતા? શકાય. જગતમાં એવું જોવામાં પણ નથી આવતું. આગળ ઉપર કહે છે: “બ્રાહમણત્વ કંઈ નિત્ય – એટલે કે સદા ટકી રહેનારું – છે, એમ કહેવું પણ બરાબર નથી. એવી સ્થિતિ ખરેખર હેાય એમ પ્રત્યક્ષાદિ પ્રમાણ ઉપરથી પણ જણાતું નથી. કેમ કે એમ કહેનારાઓ પોતે કહે છે કે બ્રાહ્મણ જે શદ્રનું અન્ન ખાય તો તેના બ્રાહ્મણત્વનો લેપ થાય છે, ને તે શદ્ર બને છે. બ્રાહ્મણ માતપિતાની, સંતતિ તે બ્રાહ્મણ એમ કહેવું પણ ગ્ય નથી. બ્રહ્મા, વ્યાસ, વિશ્વામિત્ર વગેરે બ્રાહ્મણ કેવી રીતે ગણાયા તેને ખુલાસે આ લેકે આપી શકતા નથી; કેમ કે આ બધા કંઈ બ્રાહ્મણ માતપિતાની સંતતિ તો નહેતા.... તેમણે બ્રહ્માના શરીરમાંથી જન્મ લીધો છે એટલા માટે તે બ્રાહ્મણ ગણુય, એમ કહેવું પણ ગ્ય નથી; કેમ કે એમ તે બધા જ વર્ગો બ્રહ્માને શરીરમાંથી ઉત્પન્ન થયા છે, એટલે તે બધાને બ્રાહણ કહેવા વારે આવે. બ્રહ્માના મુખમાંથી જન્મેલો તે બ્રાહમણ, બીજો નહીં, એ ભેદ પણ ન પાડી શકાય; કેમ કે બધી જ પ્રજાઓ બ્રહ્મામાંથી ઉત્પન્ન થયેલી છે. એક જ ઝાડ પર પાકેલાં ફળમાં મૂળ, મધ્ય ને શાખામાંથી ઊગેલાં ફળ એ ભેદ નથી પાડવામાં આવતો . . . વળી, બીજી રીતે જુઓ. બ્રહ્મામાં બ્રાહ્મણત્વ છે કે નહીં ? તેમનામાં બ્રાહ્મણત્વ ન હોય, તે તેમના શરીરમાંથી બહાણની ઉત્પત્તિ કેવી રીતે થાય? અમનુષ્યના શરીરમાંથી મનુષ્યની ઉત્પત્તિ માનવી એગ્ય ન ગણાય. બ્રહ્મામાં બ્રાહ્મણત્વ છે એમ કહા, તે સવાલ એ છે કે એ બ્રાહ્મણત્વ તેમના આખા શરીરમાં છે, કે એકલા મેઢામાં જ છે? આખા શરીરમાં હોય, તો એ શરીરના જુદા જુદા ભાગમાંથી ઉત્પન્ન થયેલી પ્રજા વચ્ચે કશો ભેદભાવ ગણાય નહીં. બ્રહ્માના એકલા મોઢામાં જ બ્રાહ્મ ગુત્વ છે એમ કહો, તે તેમનું બાકીનું શરીર શુદ્ધ છે એવો અર્થ થાય. એટલે તેમના પગ વગેરેને વન્દન કરવાનું ન રહે – જેમ વૃષયને વન્દન કરવામાં નથી આવતું તે રીતે. તે પછી, બ્રહ્માનું કેવળ મુખ– જેમાંથી બ્રાહ્મણ ઉત્પન્ન થયે છે – તેને જ વજન કરી શકાય. ... વળી દેવદત વગેરે બ્રાહ્મણ જાતિના છે, એમ એમને જોતાંવેંત પરખાતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com