________________
મહિપ્રવેશ અને શા ઉપદેશ આપે છે. જે બ્રાહ્મણ પોતાની જવાબદારી સમજે છે તેના મનમાં તે અભિમાન ન જ હોય. પિતાને કયા આદર્શ સુધી પહોંચવાનું છે, ને પોતે તેનાથી હજુ કેટલો બધો દૂર છે, એ તે સમજે છે; અને તે જાણે છે કે તેને તો ભાગવતકારે કહી રાખ્યું છે કે “બ્રાહ્મણને આ દેહ તુચ્છ વાસનાઓની તૃપ્તિ માટે અપાયેલ નથી; પણ હંમેશાં કઠણું જીવન ગાળી તપ કરવા માટે તે મરી ગયા પછી અનંત સુખ મેળવવા માટે અપાયેલ છે.૩૮
હિંદુ ધર્મના ઈતિહાસમાં જે કાળે અંધકારયુગ ચાલી રહ્યો હતો, ને દેશ ભારે સંકટ અને અંધાધૂધીમાંથી પસાર થઈ રહ્યો હતો, તે વખતે હિંદુ ધર્મની જ્યોત જીવતી રાખવાને યશ ઘણે મોટે ભાગે આ ભક્તો તથા સાધુસંતોને છે, ને તે કારણે પણ આપણે તેમના ઋણી છીએ, એ આપણે ભૂલવું ઘટતું નથી. એમણે કરેલા સતત પુરુષાર્થને પ્રતાપે, “ગૂઢ વનમાં કેવળ જાણકારોની પરિષદમાં જેને વિષે ચર્ચા ચાલતી હતી તે ઈશ્વર બ્રાહ્મણથી માંડીને ચાંડાલ સુધીનાં લાખો માણસના મેળાઓમાં પ્રત્યક્ષ નાચવા લાગ્યો. જેની કૃપા કઈ જ્ઞાનવાન પુરુષ, ઋષિ કે મહાત્મા પર થતી તે ઈશ્વર સર્વ જીવોના ઉદ્ધાર અર્થે – જાતિ, વિદ્યા, કુલ, ગોત્ર, ધન, કર્મ વગેરે ભેદભાવને વિચાર ન કરતાં –બાળગપાળના સમૂહમાં બાળગપાળ થઈને ખેલવા રમવા લા. બ્રાહ્મણ અને અન્ય જ, પુણ્યવાન અને પાપી, સતી અને વેશ્યા, પારમાર્થિક અને સાંસારિક
– સારાંશ, સર્વ પ્રકારના લેકે – માટે તેણે સદ્દગતિનું દ્વાર ખુલ્લું મૂકી દીધું.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com