________________
૨૨૬
મરિવેશ અને શા ' રહી છે. ભગવાન સૂર્યને આજે પ્રણામ કરવા ગયો તે પ્રણામ થંભી ગયા. મેં કહ્યુંઃ દેવ! તમારામાં જે જ્યોતિ છે તે જ મારામાં પણ છે, તે આજે દર્શન કેમ ન થયાં? અત્યારે હવે તેમનાં દર્શન થયાં તારા લલાટ ઉપર અને મારા લલાટ ઉપર. હવે મંદિરમાં જવાની જરૂર નથી.” *
રામાનંદના મુખ્ય શિષ્યોમાંના એક રૈદાસ (રવિદાસ) ચમાર (મચી) હતા, ને જોડા સીવવાનું કામ કરતા. તેમણે પોતે કહ્યું છેઃ મારી જાત હલકી છે, કરમ હલકું છે, ધંધે પણ હલકો છે. દાસ ચમાર કહે છે કે મને પ્રભુએ નીચામાંથી ઊંચે કર્યો છે.'૧૭
“ભક્તમાલ”માં રૈદાસના જીવનને અંગે અનેક ચમત્કારના પ્રસંગે આપ્યા છે. ચિતેડની ઝાલી રાણી પૈદાસની શિષ્યા હતી. ગુરુ ચિતડ ગયા એ પ્રસંગે એણે બ્રાહ્મણને જમવા નેતર્યો. પણ રાણી ચમારની શિષ્યા હતી એ કારણે બ્રાહ્મણોએ મહેલમાં જમવા ન આવતાં કેરું સીધું લેવાની હા પાડી. એની રાઈ જાતે બનાવીને જમવા બેઠા ત્યાં જુએ તે દરેક બે બ્રાહ્મણની વચ્ચે રેદાસ બેઠેલા જણાયા. બ્રાહ્મણે પિતાની આભડછેટથી શરમાયા, ને રૈદાસને પગે લાગ્યા.૧૮ નરસિંહ મહેતાના જીવનચરિત્રમાં પણ નાગરી નાતમાં આવો જ પ્રસંગ બનેલે વર્ણવ્યો છે. રૈદાસ મીરાંબાઈના પણું ગુરુ હતા. તેમને વિષે રવીન્દ્રનાથ ઠાકુરે બંગાળીમાં પ્રેમનું સોનું” એ મથાળાવાળું એક કાવ્ય લખ્યું છે, તેને અનુવાદ આ પ્રમાણે છે :
“ચમાર રવિદાસ ધૂળ વાળતા. તે આવતાં જ ભર્યો ભર્યો રાજમાર્ગ સૂને થઈ જતો. જોકે તેને સ્પર્શ ટાળીને ચાલતા. ગુરુ - રામાનંદ પ્રાતઃસ્નાનથી પરવારીને દેવમન્દિરે જતા હતા. દૂરથી રવિદાસે તેમને પ્રણામ કર્યા. માથું ભેયે લગાડયું.
રામાનંદે પૂછયું : “દોસ્ત, તું કોણ છે?”
“જવાબ મળ્યા: “હું શુષ્ક ધૂળ છું. પ્રભુ ! તમે આકાશના - મેધ છે. તમારા પ્રેમની ધારા જે વરસે, તે આ મૂગી ધૂળ રંગબેરંગી
લેરૂપી ગીત ગાવા મંડી જાય.” - મૂળ બંગાળી પરથી અધ્યાપકનગીનદાસ પારેખે કરી આપેલો અનુવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com