________________
મદિરપ્રવેશ અને શાસે વિલીન થઈ જાય છે, ને તેનું નવું જીવન શરૂ થાય છે. એમના અનુયાયીઓમાં થોડીક સ્ત્રીઓ પણ છે. ૧૫
“શ્રી સ્વામીજીએ દેશને માટે ત્રણ કામ મુખ્યત્વે કર્યા. એક તે એ કે તેમણે હિંદુ ધર્મના સંપ્રદાયમાં ચાલતા માંહોમાંહેના કલહ શમાવ્યા. બીજું બાદશાહ, ગ્યાસુદ્દીન તઘલખે હિંદુઓ પર ઘણે જુલમ કર્યો હતો, પણ તેને સ્વામીજી પાસે દૂત મોકલી તેમની ક્ષમા માગવી પડી; અને સન્ધિપત્ર લખીને સ્વામીજીએ બતાવેલી, હિંદુ ધર્મની રક્ષા વિષેની, બાર શરતો કબૂલ કરવી પડી. ત્રીજું એ કે તેમણે હિંદુઓનું આર્થિક સંકટ પણ દૂર કર્યું. . . . તેમને જીવમાત્ર પર સરખી દયા હતી. જૈન, બૌદ્ધ, પારસી, ઈસાઈ અને ઇસ્લામી વગેરે સહુ એમના ઉદાર દ્વાર પર આવી પરમાર્થની ભિક્ષા મેળવતા. ભારત ઉપરાંત ઈરાન અને અરબસ્તાન જેવા પરદેશોના સંતે પણ તેમની પાસે આવતા, ને જ્ઞાન મેળવતા. ભેદભાવ તે ત્યાં હતા જ નહીં. સર્વ સંપ્રદાયના અનુયાયી એમની પાસેથી લાભ ઉઠાવતા. એમના શિષ્ય ને સાધક થવા માટે સંપ્રદાય બદલવાની જરૂર નહોતી. એમના શિષ્યોની પણ એ જ રીત હતી. તેઓ સંપ્રદાય બદલાવ્યા વિના જ શિષ્યને કૃતાર્થ કરતા. તેમના સમકાલીન મૌલાના રસીદુદ્દીન નામના એક ફકીર કાશીમાં થઈ ગયા. તેમણે તજાકરતુલ કુકરા નામને એક ગ્રન્થ લખ્યો છે, તેમાં મુસલમાન સંતની કથાઓ છે. તેમાં રામાનંદ સ્વામીને પણ ઉલ્લેખ કર્યો છે, ને તેમને વિષે કેટલીક વિગતે આપી છે.૧૬
સમાનંદના એક જીવનપ્રસંગ' વિષે રવીન્દ્રનાથ ઠાકુરે “સ્નાનની સમાપ્તિ કરીને કાવ્ય બંગાળીમાં લખ્યું છે. તેને અનુવાદ આ પ્રમાણે છે:
- “ગુરુ રામાનંદ ગંગાના જળમાં પૂર્વાભિમુખ થઈને સ્થિર ઊભા છે. તે વખતે જળને સોનેરી કિરણનો જાદુઈ સ્પર્શ થયે હતો. પ્રભાતવાયુથી નદીને પ્રવાહ છલક છલક થતો હતો.
રામાનંદ જપાકુસુમ જેવા સૂર્યોદય તરફ મીટ માંડી રહ્યા છે. મનમાં ને મનમાં બોલે છે: “હે દેવ! તમારું જે કલ્યાણતમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com