________________
- બીજા સાસ
રામ ૩ ' . મધ્ય યુગમાં આપણે ત્યાં જે સાધુસંતો થઈ ગયા તેમાં રામાનંદનું નામ સૌથી આગલી હારમાં આવે છે. “રામાનુજાચાર્યના સંપ્રદાયમાં આ પાંચમા આચાર્ય હતા એમ કહેવાય છે. રામાનુજાચાર્યના પન્થના કેટલાક વૈષ્ણવે કર્મકાંડને બહુ મહત્ત્વ આપતા અને વર્ણભેદ બહુ આગ્રહથી પાળતા તેઓને રામાનંદની ધાર્મિક રીતિ નાપસંદ પડવાથી તેઓએ એમનું અપમાન કર્યું, અને તેથી રામાનંદજી કાશીમાં જઈ રહ્યા અને ત્યાં મઠ સ્થાપ્યો. એમણે રામાનુજાચાર્યની પેઠે ભક્તિમાર્ગને ઉપદેશ કર્યો. પણ રામાનુજાચાર્ય સંસ્કૃત વાણીમાં વાસુદેવ-નારાયણ અને લક્ષ્મીશ્રી એ નામે પરમાત્મા અને એની શક્તિને ઉપદેશ કરે છે – તેને બદલે રામાનંદજી આખા ઉત્તર હિંદુસ્તાનમાં ચાલતી દેશભાષામાં રામસીતાનાં નામને મહિમા જગવે છે, તથા વર્ણભેદ સર્વથા ત્યજી દે છે. એમના મુખ્ય શિષ્યામાં બાર પુરુષ– વિવિધ વર્ણના – અને એક સ્ત્રી છે. એમાં કબીર (વણકર ), પીપો ( રજપૂત), સેન (હજામ, ધન (જાર), રદાસ (ચમાર), અને પદ્માવતીનાં નામ વિશેષ પ્રસિદ્ધ છે.”૧૪
સર્વને સરજનહાર પ્રભુ એક જ છે એમ જ્યારે રામાનંદે જોયું ત્યારે તેમને માટે નાતજાત આદિના સર્વ ભેદ અલોપ થઈ ગયા, અને તેમણે આખી માનવજાતિને એક વિશાળ કુટુંબ માન્યું, ને માણસમાત્રને ભાઈ માન્યા. કોઈ પણ માણસ બીજા કરતાં જન્મને લીધે ઊંચે નથી; હેાય તો પણ તેના પિતાના પ્રેમ અને સમભાવને કારણે ઊંચે છે. એટલે રામાનંદે કશા જ ભેદભાવ વગર સહુને ઉપદેશ આપવો શરૂ કર્યો. એમને મુખ્ય બોધ તે પ્રેમ ને ભક્તિને હતો. વળી તેમણે સંસ્કૃતિને ઉપયોગ છોડી દીધે, લેકની ભાષામાં ઉપદેશ આપ શરૂ કર્યો, અને એ રીતે દેશી ભાષાનાં અર્વાચીન સાહિત્યને પાયો નાખ્યો. . . . એમના બાર પ્રસિદ્ધ શિષ્યો ઉપરાંત બીજા પણ અનેક શિષ્યો હતા, તેમાંના ઘણાખરા નીચી ગણાતી જાતિઓમાંથી આવેલા હતા. રામાનંદ માનતા હતા કે ભક્ત જ્યારે પિતાનું જીવન ભગવદિચ્છા પર છેડી દે ત્યારે તેનું પાછલું જીવન પ્રભુમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com