________________
२१०
સદ્ધિપ્રવેશ અને શાસ્ત્ર
નાકરીમાં એ સેનાપતિના હાદ્દા સુધી ચડ્યા. પૈસા અને પ્રતિષ્ઠાના સ્વામી બન્યા. પણ એક વખતે એક લડાઈમાં એમને ઉપરિત થઈ. અંદરના અવાજે પડકાર કર્યો કે “બાપ! આ બધી દુનિયાની માયા છેડી દે, અને એકતારી તે ભિક્ષાપાત્ર હાથમાં લઈને દાસ થા. વીરનાયકે ગૃહસંસાર છોડ્યો, તે યાત્રાએ ઊપડ્યા. તિરુપતિ, કાંચી, કલહટ્ટી વગેરે કરી વિજયનગર ગયા. એ વખતે મહાન કૃષ્ણદેવરાય રાજ્ય કરતા હતા. અહી. વીરનાયકને એમના ગુરુ મળ્યા. એમણે માધ્વ સંપ્રદાયની દીક્ષા લીધી, અને ક્રી યાત્રાએ ઊપડયા. ચિદંબરમ, શ્રીરંગમ, મદુરા, રામેશ્વર, અનન્તશયન, કન્યાકુમારી, ગાકણું વગેરે યાત્રાએ કરી અનેક જાતનાં કષ્ટ વેઠી કનકદાસ (વીરનાયક) ઉડપી આવી પહુંચ્યા. ઉડપી એટલે ચુસ્ત સનાતનીઓનું થાણું. કનક જેવા અન્યજને ઊભા રહેવા ક્રાણુ દે? પછી ભિક્ષા મળવી તે દૂર જ રહી. અનેક સાંસા પડવા પછી વાદિરાજ સ્વામીનું ધ્યાન એમના તરફ ગયું. ઉડપીના મન્દિરની વ્યવસ્થા જુદા જુદા આઠે માના સ્વામી પાસે છે. એમાંના સેાડે માના મુખ્ય તે વાદિરાજ સ્વામી અસાધારણ વિદ્વાન અને ધર્માંશીલ તરીકે તેમની ખ્યાતિ હતી. તેમણે જોઈ લીધું કે કનકદાસ તા પેાતાના કરતાં પણ ચઢે એવા છે. મન્દિરની પૂજા થયા પછી વાદિરાજ સ્વામી રિવાજ પ્રમાણે હસ્તાદક આપે, અને પછી જે બધા બ્રાહ્મણે! જમવા બેસે. આ હસ્તાદક તે। પ્રતિષ્ઠાના ક્રમ પ્રમાણે જ અપાય. કનકની યેાગ્યતા જાણ્યા પછી, વાદિરાજ મન્દિરમાંથી નીકળે કે પ્રથમ કનક પાસે જાય; એમને હસ્તાદક આપે ત્યાર પછી જ ખીજા બ્રાહ્મણાને તે મળે. બ્રાહ્મણો આથી ખૂબ ચિડાયા. વાદિરાજે કહ્યું : “ અરે, કનકદાસ મારા કરતાંયે માટે છે. એને ચરણામૃત પ્રથમ ન આપું તે। અધમ થાય.” બ્રાહ્મણેાએ પ્રમાણ માગ્યું. વાદિરાજ મન્દિરમાં ગયા, અને જમણા હાથની મૂડી વાળી બહાર આવી બ્રાહ્મણેાને પૂછ્યું: “બ્રાહ્મણેા ! મારા હાથમાં શું છે તે કહે.” દરેકે જુદે જુદે જવાબ આપ્યા. છેવટે કનકને વારે। આવ્યે. એતે। ભક્તિમાં મગ્ન જ થઈ ગયા. એમના કંઠમાંથી ગાન સ્ફુર્યું :
**
"
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com