________________
૨૫૯,
બીજા સાહસ ખળામાં આવી ગયેલા. બ્રાહ્મણું છક થઈ ગયો. તેને થયું આ નંદને જ પુણ્યપ્રતાપ. તેણે નંદને કહ્યું: “તારા જેવો પવિત્ર ભક્ત મેં કેઈ જે નહીં. તને નકર ગયો એ મેં ઘોર પાપ કર્યું. આજથી તું મારે શેઠ, ને હું તારો કર. મારી આખી મિલક્ત અને જમીન તારી છે. તું શંકર પાસે જા, ને મને ઉદ્ધારને રસ્તો બતાવ.” બહાણ ગળગળો થઈને નંદને પગે પડ્યો. બ્રાહ્મણત્વનું તેનું અભિમાન ગળી ગયું. ‘તું જ મારા ગુરુ ને દેવ છે, મને પાતકીને ક્ષમા કર,' એમ કહી તે નંદને ભેટી પડ્યો. નંદ ચિદંબરમ જવા નીકળ્યો. થોડે ગયે એટલામાં બ્રાહ્મણે હાક મારીને પૂછયું: “હે સશુરુ ! તમે પાછા ક્યારે આવશો ? તમારાં દર્શન ફરી ક્યારે થશે?' નંદે કહ્યું : “શેઠ! ચિદંબરમાં ગયા પછી પાછા શા સારુ આવવું પડે? શિવનાં દર્શન થયા પછી પાછા આવવાનું હેય નહીં. શિવનાં દર્શન થાય એ જ મેક્ષ. હવે હું પાછો નહી આવું. હવે તો જ્યાં નટરાજે ત્યાં હું. આ દેહ ને આ સંસાર બંનેને કાયમના રામરામ!' નંદ ગાતે, નાચતે કૂદતોથદંબરમ પહોંચ્યો. એના આનન્દને પાર નહે.ચિદંબરમમાં બ્રાહણેએ પહેલાં તો એને મંદિરમાં પેસવા દેવાની આનાકાની કરી, પણ નટરાજની આજ્ઞા થતાં તેને વાજતેગાજતે મન્દિરમાં લઈ ગયા. નંદ એકાગ્ર ચિત્તે શિવનાં સ્તંત્ર ગાતે નટરાજની મૂર્તિ પાસે ગયે, ને લોકોના દેખતાં જ અલોપ થઈ ગયો. તેની જ્યોત નટરાજની જ્યોતમાં ભળી ગઈ. સર્વત્ર નંદને જયજયકાર થયો. દક્ષિણ ભારતના પ્રસિદ્ધ ૬૩ શિવ સતિમાં નંદનારની પણ ગણના થાય છે, અને શિવમંદિરમાં એક કેરે તેની મૂર્તિની પણ પૂજા થાય છે. તેને મન્દિર પ્રવેશ માગશર મહિનામાં થયેલ; એટલે ત્યારથી દર વરસે એ મહિનામાં તામિલનાડની હજારો તરુણીઓ નવાં કપડાં ને ઘરેણાં પહેરીને નંદનાં રચેલાં ગીત ગાય છે ને નાચે છે.
“સંત કવિ કનકદાસ મૂળ ધારવાડ તરફના બાડ ગામના રહીશ. એમનું અસલ નામ વીરનાયક. જાત અંત્યજની. ધંધો શિકારીને. અચૂક બાણ મારી લક્ષ વેધવામાં એમની તોલે આવે એવો એમના વખતમાં બીજું ન હતું. ચિત્રકલદુર્ગ (હાલનું ચિતલદુગ)ના રાજાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com