________________
૨૪૮. મરિવેશ અને સાઓ
માનવું જે હું તો જાણપણે યુક્ત એવો જે આત્મા તે છું, પણ વિશ્રમાદિક ધર્મવાળા જે તે હું નહીં. એ નિરંતર અભ્યાસ કરે
ત્યારે અહંકાર જિતાય. મન્દિરને વિષે કહ્યું છે: “આપણને શ્રીજીમહારાજ મન્દિર અધૂરાં રહેશે તો ઠપકે નહીં દે, ને હવેલી અધૂરી રહેશે તેને નહીં દે, ને રૂપિયા નહીં દે. આપણને તે એટલે ધર્મ લોપાશે તેટલે ઠપકે દેશે. માટે ધર્મમાં ખબરદાર રહેવું. તે , ભગવાન રાજી થશે.”૧૦ એ ધર્મ તે કંઈ બાહ્યાચારને ધર્મ નથી, ને એ મંદિર તે નર્યા ઈટચૂનાનું નહીં પણ ઘણું ઊંચી જાતનું મન્દિર છે, એ બતાવવા કહે છે: “શિખર ચડીને મંદિર સંપૂર્ણ ક્યારે થાય ? ઉત્તર જે ધર્મ જ્ઞાનાદિક ગુણને પુરુષપ્રયત્ન કરીને જ્યારે અતિ પક્વ કરે ને તેણે કરીને વાસના નિર્મૂળ થઈ જાય ત્યારે શિખર ચડે ને મન્દિર પૂરું થયું કહેવાય, ને તે વિના તે અધૂરું જ કહેવાય.”૧૧ -
ગુણાતીતાનંદ સ્વામીએ કહેલી એક વાત છે. એક સત્સંગી સામે જોઈ તેમણે કહ્યું: “તમારે મૂતિ તે છે, પણ મન્દિર વિના પધરાવશે
ક્યાં? માટે ભગવાન પધરાવવા હોય તો આમાં (વચનામૃતમાં તથા પોતે બોલેલા એવા શ્લોકમાં કહ્યું એવું મન્દિર કરતાં શીખો. તો ભગવાન રહે.” પછી કહે : “આ મન્દિર સારું મૂર્તિઓ લેવા ગયા ત્યારે સલાટે કહ્યું કેવી મૂર્તિઓ કાઢી આપું? સાધુએ કહ્યું આ નકશા પ્રમાણે કાઢી આપે. ત્યારે સલાટે કહ્યું લાખ રૂપિયાનું મન્દિરા હોય ત્યારે એવી મૂતિઓ શોભે. પછી સાધુએ કહ્યું મન્દિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છીએ. ત્યારે કહે કાઢી આપું. પછી સલાટે. મૂર્તિઓ કાઢી આપી. તેમ આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમ ભગવાનને પધરાવણું ક્યાં? માટે પુરુષોત્તમ ભગવાનને પધરાવવા હોય તો બ્રહરૂપ થવું.”
આવા ઉદાત્ત ઉપદેશમાં ઊંચનીચભાવ અને અસ્પૃશ્યતાને સ્થાન શી રીતે હેઈ શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com