________________
મહારાષ્ટ્રને સંતમેળે
૨. આ સંતનાં હદય દયાથી ભરેલાં હતાં. “નામદેવને ઝાડની છાલ ઉખાડતાં રડવું આવતું, કેમ કે એમને એ ભાસ થતો જાણે પિતાની કુહાડીના ઘા વાગતાં ઝાડના થડમાંથી લોહી વહેવા લાગે છે. એટલે ઝાડને કેવી વેદના થતી હશે એને અનુભવ લેવા તેમણે પિતાના શરીર પર કુહાડીને ટચ કે મારી જોયો. શેખ મહમદને એમના પિતાએ કસાઈને ધંધો કરવા મોકલ્યા. જાનવરને કેવું દુઃખ થતું હશે એ જેવા તેમણે પહેલાં છરા વડે પોતાની આંગળી કાપી જઈ. તેમ કરવાથી જે દુઃખ થયું તે જોઈ તેમણે કસાઈને ધંધે છોડી દીધે; અને જે સંસારમાં પેટ ભરવાને આવો ધંધો કરવો પડે છે તે સંસાર ઉપરથી મન ઊઠી જવાથી સંસારને પણ ત્યાગ કર્યો. તુકારામ ખેતર સાચવવા ગયા ત્યાં એમના જતાંત ચકલાં ઊડી ગયાં; એટલે એમને લાગ્યું કે હું એમને પજવવા નથી માગતો છતાં તે ઊડી ગયાં, માટે મારામાં કંઈક ખામી હોવી જોઈએ.'૮૧ - અધ્યાપક પટવર્ધન નામના એક મહારાષ્ટ્રી વિદ્વાન લખે છેઃ “ ભક્તિમાર્ગના દરવાજા હંમેશાં ખુલ્લા રહેતા. તેની અંદર જે કંઈ પ્રવેશ કરે તેને ભાઈ તરીકે આવકાર આપવામાં આવતા, એટલું જ નહીં પણ તેને સંત તરીકે માન અપાતું. ગરુડધ્વજની આસપાસ ને તેની છાયામાં, હાથમાં કાંસીજોડા કે કરતાલ ને જીભ પર વિઠ્ઠલનું નામ લઈને, ભેગા થનાર તે બધા સંત ગણતા. એ વાતાવરણ જ પવિત્ર અને પાવનકારી હતું. સ્વર્ગન વાયુ ત્યાં છૂટથી વાતે, અને ત્યાં સહુ સરખું ગણાતું. પ્રેમ– સાચે, ખરો, શુદ્ધ પ્રેમ - ઊંચનીચના કે ગરીબતવંગરના ભેદ કબૂલ રાખતો નથી; તેને મન સહુ એક અને સમાન છે. ભેદભાવની બધી વૃત્તિઓ ત્યાં નિર્મૂળ થઈ જતી. ગર્વ, કુળ, પ્રણાલિકા વગેરેની વિછ એકલતા ગળી જતી; અને સહુ માણસ ગણાતાં – માણસનાં જેવાં જ સહુ નિર્બળ, બલહીન, લૂલાં, આંધળાં હતાં–ને સહુ એક જ શક્તિને ધા નાખતાં, એક જ પ્રેમની ઝંખના કરતાં, એક જ આશા ને એક જ સ્વપ્ન સેવતાં, અને એક જ દશ્ય નજર સામે જોતાં. વિઠેબા કે દત્તાત્રેય કે નાગનાથ – એને ગમે તે નામે ઓળખો – તેની આગળ સહુ સમાન હતાં. વય અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com