________________
મહારાષ્ટ્રને સપ્તમેળે
૧૯૭ ઠેકડી કરી. છેકરાંને નામ પૂજ્યાં, તે તેમણે કહ્યાં. બ્રાહ્મણ કહેઃ “નામ જ્ઞાનદેવ? અરે, અમારે ત્યાં તો જ્ઞાન પખાલમાં લઈ જાય છે – પખાલનો પાડો પણ જ્ઞાન ઉપાડીને વહી જાય છે!' જ્ઞાનદેવ કહે:
એ પણ મારો આત્મા છે. મારામાં ને એનામાં ભેદ નથી.” બ્રાહ્મણોએ પાડાની પીઠ પર સેટા માર્યા, તેના સેળ જ્ઞાનદેવના શરીર પર પડડ્યા!૮ બ્રાહ્મણો કહે: “પાડા જે જ્ઞાની હોય, તો એના મોંમાંથી વેદ બોલાવી બતાવ જોઈએ.’ જ્ઞાનદેવે આજ્ઞા કરી, ને પાડાના મેંમાંથી વેદમંત્રોનો ઘોષ થવા લાગે !૯ બ્રાહ્મણે ચડ્યા; શરમાયા પણ ખરા. તેમણે જ્ઞાનદેવને ચરણે પ્રણામ કર્યા ને તેમને જયજયકાર કર્યો. જ્ઞાનદેવના વિનયનો પાર ન હતો. તેમણે કહ્યું: “આ આપના ચરણનો જ મહિમા છે. મારામાં આવું સામર્થ્ય નથી.” બ્રાહ્મણ કહે : “ધન્ય છે ! ધન્ય છે! આમના જેવો બ્રાહ્મણ કેઈ નથી.૧૦ તેમણે શુદ્ધિપત્ર લખી નિવૃત્તિને આપ્યું, અને નમસ્કાર કર્યો. જ્ઞાનેશ્વરે ગીતા પર મરાઠીમાં ઓવરૂપે જે ટીકા લખી તે “જ્ઞાનેશ્વરી” એ નામે પ્રસિદ્ધ છે.૧૧ તેમાં તેમણે કહ્યું છે:
(ભગવાન કહે છે:) આટલા માટે, કુળ ઉત્તમ હોવાની જરૂર નથી. જાતિ અંત્યજની હોય તે પણ ચાલે. એટલું જ નહીં પણ પશુનો દેહ હશે તોયે વાંધો નથી. મગરે હાથીને પકડ્યો ત્યારે તેણે મને ધા નાખી. એવી રીતે ભક્તિભાવે મારું સ્મરણ કરતાવેંત તેનું પશુત્વ વ્યર્થ થઈ ગયું ને તે મને પામ્યો. હે અર્જુન ! જેના નામને ઉચ્ચાર પણ નિન્ય ગણાય છે, જે અધમમાં પણ અધમ ગણાય છે, એવી પાયોનિમાં જે માણસે જન્મેલા હોય; વળી મૂર્ખ એવા કે જાણે પથ્થર હોય, છતાં જેને મારે વિષે સર્વભાવે દઢ આસ્થા હેય; જેની વાણી નિરંતર મારું જ ગાન કરતી હોય; જેની દષ્ટિને નિરંતર મારું જ રૂપ દેખાતું હોય, જેના મનમાં નિરંતર મારે વિષે જ સંકલ્પ ચાલતો હોય; . . . એ રીતે જેમણે સર્વભાવે જીવનમાં મારે જ આધાર લીધે હેય; તે પાપાનિમાં જન્મેલા કાં ન હોય, તે શાસ્ત્રથી અજાણુ કાં ન હોય, છતાં મારી જોડે તેમની તુલના કરતાં તે ૨તીપૂર ઓછા ઊતરવાના નથી. ... એટલે કે ' આ વિષયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com