________________
- જગન્નાથના ભતો બહુ ઊંચી જાતનું કપડું તૈયાર કરાવ્યું; અને એમાં સોનાના તાર, હીરા, માણેક, મોતી વગેરે જડાવ્યું. એ કપડું એણે પરમેષ્ઠી દરજીને તયાની. બાળ સીવવા આપ્યું. જેડે ખૂબ ઈનામની પણ આશા આપી. પરમેકીએ ઘેર જઈ કપડું સીવી બે ખેળ તૈયાર કરી, ને એમાં બહુ જ મુલાયમ રૂ ભરી બે તકિયા તૈયાર કર્યા. રૂમાં એવું ઊંચી જાતનું અત્તર છાંટેલું હતું કે એથી પરમેથીનું આખું ઘર મઘમઘાટ થઈ ગયું. તકિયા પર જડેલાં રત્નના તેજથી ઘર દીપી ઊયું. તકિયા લઈને બાદશાહને ત્યાં જવા નીકળે છે, ત્યાં એના મનમાં એક બીજે જ વિચાર આવ્યો.
એને થયું, “અરે ! આવા તકિયા તે કઈ માણસને વાપરવાના હોય ? એ તો ભગવાનથી જ વાપરી શકાય. આવી ચીજ ભગવાનને અર્પણ ન થાય તે આ કારીગરી શા કામની? પણ આ ચીજ મારી નથી, એટલે શું કરાય?” આમ વિચાર કરતાં કરતાં તેની સૂધબૂધ ઊડી ગઈ. તે ઘણું વાર થતો એમ ધ્યાનમગ્ન થઈ ગયે. શરીર નિષ્ટ બની ગયું. એ અવસ્થામાં તેને એક ચમત્કાર દેખાયો. વરસો પહેલાં તે પુરી ગયેલ ત્યારે તેણે જગન્નાથજીના રથનાં દર્શન કર્યા હતાં. આજ એને ફરી દર્શન થયાં. તેણે દિલ્હીમાં બેઠાં બેઠાં જગન્નાથની રથયાત્રા જોઈ. એ વખતે પુરીમાં રથયાત્રા ખરેખાત ચાલી રહી હતી. રથની આગળ એક પછી એક વસ્ત્ર બિછાવાય છે, ને રથ તેના પર ચાલે છે. એવી રીતે બિછાવેલું એક વસ્ત્ર એકાએક ફાટી ગયું. સેવકે બીજું વસ્ત્ર લેવા મંદિર તરફ દોડ્યા. તેમને પાછા આવતાં ઘણી વાર લાગી. પરમેષ્ટીએ દિલ્હીમાં બેઠાં બેઠાં આ દેખાવ જોયો. તેનાથી રહેવાયું નહીં. તેણે તરત જ પોતાની પાસેના બે તકિયામાંથી એક જગન્નાથજીને અર્પણ કરી દીધે. પ્રભુએ પ્રેમપૂર્વક એનો સ્વીકાર કર્યો એ જોઈ પરમેથીના આનંદનો પાર ન રહ્યો. તે પ્રભુના ચરણમાં દંડવત પ્રણામ કરી ઊભો થયો, ને બે હાથ ઊંચા કરી હર્ષથી નાચવા લાગ્યો. ભીડ પુષ્કળ હતી. તેમાં પરમેથી કંઈક પાછળ પડી ગયો, ને તેને હરિનાં દર્શન થતાં બંધ થઈ ગયાં. એટલામાં અચાનક એને ભાન આવ્યું, ને આંખ ઊઘડી ગઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com