________________
૧૮૪
મંદિર પ્રવેશ અને અર નમન કરનાર ભક્ત માળીને તેમણે વર આપ્યો. માળીએ પણ માગ્યું કે “તમે પ્રાણીમાત્રના આત્મા છે. તમારે વિષે મને અવિચળ ભક્તિ રહે, તમારા ભક્તોને વિષે મિત્રતા રહે, ને પ્રાણીમાત્રને વિષે પરમ દયા રહે કૃષ્ણ તેને એ વર આપ્યો; ને તે ઉપરાંત પેઢીઉતાર વૃદ્ધિ પામનારી સંપત્તિ, બળ, આયુષ્ય, યશ, ને કાન્તિ આપી બલરામ જોડે ચાલ્યા ગયા.
“નારદપાંચરાત્ર'માં શ્રીવિષ્ણુએ કહ્યું છે : “હે નારદ ! હું વૈકુંડમાં નથી રહેતો, તેમ યોગીઓના હદયમાંયે નથી રહેતું, પણ મારા ભક્તો જ્યાં મારું ગાન કરે છે ત્યાં હું વાસ કરું છું.”
૨. એથી દરજી આજથી આશરે ચારસો વરસ પહેલાં દિલ્હીમાં પરમેષ્ઠી નામને દરજી રહેતે હતો. શરીરે કૂબડે ને કાળો હતો, પણ સીવણકામમાં કુશળ હતા, ને સાથે પ્રભુને ભક્ત પણ હતે. સંતના જેવા અનેક સગુણ તેનામાં હતા. તે સંયમી હો, ગરીબ છતાં ઉદાર હતો, મહેનતમજૂરી કરતે છતાં આનન્દમાં રહેતે. કદી જૂઠું બોલતો નહીં. પ્રાણીહિંસા કદી ન કરતો, ને જગત સર્વત્ર વાસુદેવમય છે એમ મનથી માનતે.
એના મનમાં પ્રભુનું રટણ નિરંતર ચાલતું; ને ક્યારેક તે કપડાં સીવતાં સેય હાથમાં અટકી જતી ને તે ધ્યાનમગ્ન થઈ જતો. પરમેષ્ટીની સ્ત્રી વિમલા સુશીલ અને પતિવ્રતા હતી. એક દીકરે ને બે દીકરી હતાં, તેમનામાં પણ માબાપના ગુણ ઊતરેલા હતા. તેથી દરજીને સંસારમાં શાન્તિ હતી. પણ તેને સંસાર ઉપર આસક્તિ ન હતી. પિતાનું કામ પણ ભગવાનની પૂજારૂપ સમજીને તે કરતે. એના જેવી સારી ને સફાઈદાર સિલાઈ દિલ્હી શહેરમાં બીજા કેઈની નહોતી. તેથી અમીરઉમરા ને બાદશાહ સુધ્ધાં મનમાન્યા પિસા આપીને તેની પાસે કપડાં સિવડાવતા.
એક વાર બાદશાહના સોનેરી સિંહાસન ઉપર બે બાજુએ બે કીમતી ગાલીચા બિછાવવામાં આવ્યા, પણ બાદશાહને એથી સંતોષ ન થયું. તેણે એના પર મૂકવા માટે બે તકિયા તૈયાર કરાવવા સારુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com