________________
૧૮
જગન્નાથના ભક્તો જગન્નાથના મન્દિરની સ્થાપના થઈ ત્યારથી -ને ખાસ કરીને ચિત ભક્તિરસની ગંગા વહેવડાવી ત્યારથી – જુદી જુદી જાતિઓના અનેક ભક્તોએ જગન્નાથને આશ્રય લીધેલ છે. જે જાતિઓને ઊતરતા દરજજાની ગણવામાં આવી છે તેમાંના ભક્તો પણ ઓછા નથી થયા. તેમાંના ત્રણની વાત અહીં ટૂંકામાં આપવાને વિચાર છે.
૧. મણિદાસ માળી મણિદાસ પુરી શહેરને એક માળી હતે. ફૂલહાર વેચવાને ધંધે કરતે. તેમાંથી જે થોડીક આવક થાય તેમાંથી કેટલાક પસા તે દુઃખી ગરીબોને આપી દે, ને બાકીનાથી કુટુંબને નિર્વાહ કરે. મન અને જીભથી ભગવાનનું રટણ કરે. ઈશ્વરની ઈચ્છા તે મણિદાસનાં બૈરી છોકરાં એક પછી એક મરી ગયાં. એને થયું હશેઃ “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગેપાળ.' સંકીર્તનની ધૂનને એ જમાનો હતો. મણિદાસે સાધુને વેશ ધારણ કર્યો. સવારે ઊઠી, નાહીધાઈ કરતાળ લઈ જગન્નાથના સિંહદ્વાર પર ઊભો રહે, ને હરિનામનું સંકીર્તન કરે. ક્યારેક તે મસ્તીમાં આવી નાચવા પણ માંડે. સિંહદ્વાર ખૂલ્યા પછી અંદર જઈ, જગન્નાથની મૂર્તિ પાસે, ગરુડસ્તંભની પાછળ ઊભો રહી પ્રભુનું દર્શન કરે, ને પાછું કીર્તન શરૂ કરે. કેટલીયે વાર કીર્તન કરતાં નાચવા લાગે, ને શરીરનું ભાન પણ ભૂલી જાય. તીવ્રતમ ભક્તિની આ અવસ્થાને “પ્રેમેન્માદ” કહે છે. એ પ્રેમન્માદ ચૈતન્યને થતું. સભામંડપમાં આવી રીતે ગાવા નાચવાને મણિદાસને રોજને કાર્યક્રમ હતો. સભામંડપ પાસે જ રોજ પુરાણુ વંચાતું. પુરાણ વિદ્વાન હતા, ને સારી કથા કરતા. એક દિવસ મણિદાસ ઊંચે સાદે “રામ-કૃષ્ણ હરિની ધૂન મચાવતે ત્યાં જઈ પહોંચ્યો ને આનન્દમગ્ન થઈ નાચવા લાગે. પુરાણુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com