________________
મંદિર પ્રવેશ અને શા સિદ્ધિયાર નામના એક શિવ ભક્ત કહે છે: “જેને આખી માનવજાતિ વિષે પ્રેમ નથી તેને શિવ પ્રત્યે જરાયે પ્રેમ નથી.” તિરુમંત્રમાં કહ્યું છે કે “શિવ અને પ્રેમ બે જુદા છે એમ જે લેકે કહે છે તે અજ્ઞાન છે.” “માણિwવાચકારે જાતિભેદના નિયમ પ્રત્યે અનાદરની વૃત્તિ કેળવી નહતી, પણ પછીના શે– પટ્ટનાયુ પિળે, કપિલાર, અને તેલુગુ કવિ તેમણા – જાતિના પ્રતિબંધોની ટીકા કરે છે. તિરૂમૂલારે કહેલું કે જેમ ઈશ્વર એક છે તેમ જાતિ પણ એક જ છે.”૧૩ તિરસૂલાર જાતે પારધી હતા.
આ સંપ્રદાયમાં પશુપા નામનાર નામના એક પ્રસિદ્ધ ભક્ત થઈ ગયા છે. તે પારધી હતા, ને તેમનું મૂળ નામ તિરૂણમ હતું. એક વાર વનમાં શિવની મૂર્તિ જોઈ તેના મનમાં ભક્તિભાવ ઊપજ્યો. પછી તો રોજ એ લિંગની પૂજા કરે. પૂજાના વિધિની એને કશી ખબર નહીં. નદીમાંથી મોઢામાં પાણી ભરી જાય, તેને કોગળે મૂર્તિ પર કરે. વાળમાં વનફૂલ ઘાલી લાવે, તે કાઢી લિંગ પર ચઢાવે. રાંધેલું માંસ આપ્યું હોય, તે સારું છે કે નહીં એ જોવા ચાખી જુએ ને પછી શિવને ધરાવે. એની આવી પૂજા જોઈ મૂર્તિના પૂજારી બ્રાહ્મણને દુઃખ થતું. તેણે મનથી શિવ આગળ ફરિયાદ કરી. શિવે તેને સ્વપ્નમાં દર્શન દઈ કહ્યું: “વિદ્વાન ને વેદપાઠી બ્રાહ્મણની પૂજા કરતાં મને આ અબુધ પારધીની આવી વિધિહીન પૂજા વધારે ગમે છે, કેમ કે એની ભક્તિ ખરેખર સાચી છે. તારે એનું પારખું જેવું હોય તો કાલે જેજે.' બીજે દિવસે તિણમ આવ્યો. જુએ છે તો મૂર્તિની જમણી આંખમાંથી લોહીની ધાર વહે. એ જોતાં જ પારધીને એટલું દુઃખ થયું કે તેને મૂર્છા આવી ગઈ. મૂછ વળી એટલે તીરકામઠું હાથમાં લીધું; એટલા માટે કે કઈ બદમાસ શિવને પજવતો દેખાય તો તેને જીવ લઉં. પણ શિવની આંખમાંથી લેહી બંધ ન થયું. પારધીએ પિતાની જમણી આંખ કાઢી શિવની જમણી આંખની જગાએ મૂકી દીધી. શિવની આંખમાંથી લેહી વહેતું હવે બંધ થયું. એ જોઈ નિર્ણમ આનન્દથી નાચ્યો. એટલામાં તે શિવની ડાબી આંખમાંથી લોહી વહેવા લાગ્યું. તિર્ણમ પોતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com