________________
શેવ સંપ્રદાય મુખ્ય ગણાય છે – તિરુનાવુક્કરસુ (અથવા અપાર ), જ્ઞાનસંબધ, સુન્દરમૂર્તાિ, અને માણક્કવાચક. આમાંના અપાર, જે ઈ. સ.ના સાતમા સૈકામાં થઈ ગયા, તે દક્ષિણ આર્કટ જિલ્લાના એક ગામડામાં વસતા એક શ્રીમંત વેલ્લાળ (શુદ્ધ) કુટુંબમાં જન્મ્યા હતા. તે પહેલાં જૈન, અને પછી શિવ, સંપ્રદાયમાં દાખલ થયેલા. એમના સમકાલીન પણ ઉંમરે ઘણું નાના શવ સંત જ્ઞાનસંબધ એમને “અપાર' (બાપુ) કહેતા, તે પરથી આ વૃદ્ધ સંત “અપ્પાર' એ નામે જ પ્રસિદ્ધ થયા. તે એક કૌપીન જ પહેરતા. એમની માલિકીની વસ્તુમાં માત્ર એક ઝાડુ હતું, તેના વડે એ સંત મંદિરમાં સફાઈ કરતા. જ્ઞાનસંબધ જાતે બ્રાહ્મણ હોવા પર અપારને પગે લાગતા. ત્રીજ સંત સુન્દર શિવની પૂજા કરનાર બ્રાહ્મણ જાતિમાં જન્મેલા, છતાં તેમણે પાર્વતી નામની એક બ્રાહ્મણેતર ત્રી, જે શિવની પરમ ભક્ત હતી, તેની સાથે લગ્ન કરેલું. આ શિવભક્તોની પરંપરામાં એક . રાજા પણ હતા. હરિજન સંત નંદની વાત ઘણું જાણીતી છે. ચિદંબરમમાં આવેલા નટરાજના મંદિરમાં દર્શને જવા તે અતિ આતુર હતો. તેને માટે તેણે ઘણાં કષ્ટો વેઠેલાં, અને છેવટે નટરાજનાં દર્શન કરેલાં પણ ખરાં. આનંદની વાત એ છે કે નટરાજનું આ પ્રસિદ્ધ મંદિર હવે હરિજનો માટે ખુલ્લું થયું છે, અને નંદની તપસ્યા ફળી છે. દક્ષિણનાં ઘણાં શિવમંદિરોમાં નંદની મૂર્તિની પણ પૂજા થાય છે. તિરુવલ્લુવાર નામના શિવભક્ત જાતે હરિજન હતા. તિરુનીલકંઠ યળપાનાર નામના બીજા એક ભક્ત પણ નીચ ગણાતી એક જાતિના હતા. સંત જ્ઞાનસંબધ પ્રવાસે જતા ત્યારે આ ભક્ત ને તેમનાં પત્ની હંમેશાં તેમની જોડે જતાં. બે પ્રસંગે આ ભક્ત મેટાં મંદિરની બહાર કીર્તન કરતા હતા ત્યાંથી તેમને, શિવજીની આજ્ઞાથી, છેક મંદિરના ગર્ભગૃહમાં લઈ જવામાં આવેલા.૧૧
આ શિવ સંપ્રદાયના કરતાં વધારે સમૃદ્ધ, અથવા કલ્પનાની દીપ્તિ, ભાવનાની ઉત્કટતા, ને શબ્દના લાલિત્યમાં આનાથી ચડી જાય એવું, ભક્તિસાહિત્ય જગતમાં કઈ સંપ્રદાયે પેદા કર્યું નથી.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com