________________
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર હું સંન્યાસી છું છતાં મારામાં મિથ્યાભિમાન છે. જે વૈષ્ણવ ચિહ્નો મેં ધારણ કર્યો છે તે પહેરવાને ખરેખર લાયક તો તું છે.' તે દિવસથી આચાર્યશ્રી પિતાના શિષ્યને વર્ણના અભિમાન, ધનના અભિમાનને, અને વિદ્યાના અભિમાનનો ત્યાગ કરવાને વિશેષ ઉપદેશ કરવા લાગ્યા. તેઓ કહેતા કે આ ત્રણ અભિમાન મનુષ્યનું પતન કરાવનારાં છે. - આચાર્યશ્રી ૧૨૦ વરસ જીવેલા એમ કહેવાય છે. વૃદ્ધાવસ્થામાં સ્નાન કરવા નદીએ જતા ત્યારે કોઈ બ્રાહ્મણ શિથિને ખભે હાથ રાખી તેને ટેકે લઈને ચાલતા. સ્નાન કરીને પાછા આવતા ત્યારે કાઈ શિષ્યને ખભે હાથ મૂકીને આવતા. લોકોમાં એમનું ઘણું માન હતું, લેકે એમના પ્રત્યે અત્યંત આદર રાખતા, છતાં લેકેએ એમને પૂછયું : “આપ આમ કેમ કરો છો? સ્નાન કરતા પહેલાં તે આપ બ્રાહ્મણ શિષ્યને ટેકે લઈને જાઓ છે, ને સ્નાન કરીને પાછા આવતાં જ્યારે પવિત્ર રહેવાની જરૂર હોય છે ત્યારે શો સ્પર્શ કરે છે ! એ કેવું?” આચાર્યશ્રીએ જવાબમાં કહ્યું :
જે શુદ્ર કુમારને તમે હલકે માનો છો તેને સ્પર્શ હું એટલા માટે કરું છું કે મારું વર્ણભિમાન એ જ રીતે મળી શકે એમ છે. એ વર્ણભિમાનના મેલને હું સ્નાન, શૌચ અને આચમનથી શુદ્ધ નહીં કરી શકું. '૯
તિરુપતિના મન્દિરને વૈષ્ણવ સંપ્રદાયનું મોટું ધામ બનાવવામાં રામાનુજાચાર્યની ઘણું પ્રેરણા હતી. શ્રીરંગમના મન્દિરમાં એક ખૂણે આચાર્યશ્રીની મૂર્તિ છે, ને તેની પણ દેવની પેઠે પૂજા થાય છે. તિરુપતિ અને શ્રીરંગમ બન્ને મંદિરે આ જ વરસમાં હરિજનો માટે ખુલ્લાં મુકાયાં છે.
રામાનુજના શ્રીવૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા સાતાની નામે ઓળખાતા લેકે શક જાતિના હેવા છતાં મન્દિરમાં પૂજારીનું કામ કરે છે. તેમને શિખાસૂત્ર હેતાં નથી. આ પૂજારીનું કામ તેઓ ઘણું પ્રાચીન કાળથી કરતા આવ્યા હેય, ને રામાનુજે તે ચાલુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com