________________
१२०
સદ્વિરપ્રવેશ અને શાસ્ત્રા
જગત છે તે હું જ છું એવું અદ્વૈતજ્ઞાન જેને થયું છે તે, ભલે ચાંડાલ હાય કે બ્રાહ્મણ હોય, પણ તે મારા ગુરુ છે; એવી મારી દૃઢ પ્રતીતિ છે, એમ એમણે કહ્યું છે.’૧૦
શંકર કહે છે કે જેને જ્ઞાન થયું છે તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કૅ શૂદ્ર એમાંથી કશું નથી.૧૧ તેને જાતિભેદ નથી.૧૨ જેતે જ્ઞાન મેળવવું હોય તેણે ‘ હું બ્રાહ્મણ છું, હું પરિવ્રાજક છું' વગેરે સર્વ વાતને અહંભાવ ભૂલી જવે। જોઈ એ ૧૩
વળી કહે છે : ' બ્રહ્મને જાતિ, નીતિ, કુલ ને ગેાત્ર નથી; તેમ તેને નામ, રૂપ, ગુણ ને દેષ પણ નથી. તે દેશ કાળ વિષય વગેરેથી પર છે. એવું જે બ્રહ્મ છે તે હું જ છું, એવું ચિન્તન તમારા આત્મામાં કરા. ૧૪
એક વખત શકર ભગવાન નદીએ નાહીને આવતા હતા. રસ્તામાં ઢેડ મળ્યા —એને એમણે કહ્યું કે “ ખસ, ખસ.” ત્યારે ટુડે ઉત્તર દીધો : “ અન્નમયાનમયમથવા ચૈતન્યમેવ ચૈતન્યાત્।દ્વિવર પૂરીતું વાગ્છસિ ત્રિમૂર્ત્તિષ્ઠ ઐતિ । ૧૫ = “મહારાજ ! તમે મને ખસ ખસ કહા છે, પણ શું ખસેડે છે? એ તે વિચારે : તમારા દેહ પ ંચમહાભૂતનેા છે તેવા મારા છે, અને આત્મારૂપે પણ આપણે બંને એક જ છીએ પછી ખસવા ખસેડવાનું કાં રહ્યું ? ’– “ વિોય ધપવોડ્યમિત્યપિ મહાન જોડ્યું વિમેત્રમ : ।' ૧૬ આ બ્રાહ્મણ અને આ ઢેડ એ કેટલી બધી મિથ્યા સમજણુ !’૧૭
‘ જેમ રામાનુજાચાર્ય ના પન્થમાં પ્રત્તિ દ્વારા અને વલ્લભાચાર્યના પન્થમાં પુષ્ટિ દ્વારા સવં વર્ણને પરમાત્માનાં દ્વાર ઊધડે છે, તેમ શકરાચાયČના જીવનમાં મનીષાપ`ચકનો પ્રસ`ગ પણ વર્ણભેદની પાર જઈ પરમાત્માની એકતા અનુભવવાના ખાધ કરે છે. ' ૧૮
શંકરાચાર્યના જન્મ ત્રાવણકાર રાજ્યમાં આવેલા કાલડી ગામમાં થયા હતા. ત્રાવણકાર રાજ્યનાં મન્દિરા ૧૯૩૬માં રજતા માટે ખુલ્લાં થયેલાં છે. આમ શંકરાચાર્યની જન્મભૂમિમાં હરિજને આજે અગિયાર વરસ થયાં છૂટથી મદિરામાં આવે જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com