________________
૧૩
શંકરાચાર્ય ' ગયા પ્રકરણમાં આપણે જોઈ એવી ઊંડી ખાડમાં હિંદુ ધર્મ કદી પડી રહ્યો નથી. ત્યાંથી તરત એને કાઢી છેક હિમાલયના ગૌરીશિખર સુધી પહોંચાડનાર મહાપુરુષો જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે નીકળી આવ્યા છે. એમાંના એક તે શંકરાચાર્ય હતા. આજે હજાર ઉપરાંત વરસ થયાં છતાં હિંદુ ધર્મ પરનો એમને પ્રભાવ ઝાંખો પડ્યો નથી. એમણે આપણને શીખવ્યું છે કે જીવમાત્ર બ્રદ્ધારૂપ હોઈ તેઓ વસ્તુતાએ એક છે, અને જે ભેદ દેખાય છે તે તો બાહ્ય કલેવરના ભેદ હાઈ છેક છેવટ લગી ટકે એવા નથી. “શંકર એકી વખતે રૂઢ ધર્મના પ્રબળ હિમાયતી તેમ જ આત્મવાદી સુધારક તરીકે દેખા દે છે.” તેમણે પિતાના જીવનમાં અનેક ચાલું રૂઢિઓ ને પ્રણાલિકાઓ સામે બળવો જગવ્યો હતો. સંન્યાસને નિષેધ હોવા છતાં તેમણે કુમાર જ સંન્યાસ લીધે. એટલા જ માટે સગાંવહાલાં ને નાતીલાઓ ક્રોધે ભરાયાં. પણ શંકરાચાર્ય માતાને ભૂલી ગયા ન હતા. એ સ્નેહાળ પુત્ર માતાના અવસાન સમયે એની પાસે જઈ પહોંચ્યા, અને સગાંવહાલાં એને બાળવાને પણ ન આવ્યાં તેથી જરા પણ ન ગભરાતાં શંકરાચાર્યે એની સઘળી ઉત્તરક્રિયા (શાસ્ત્ર પ્રમાણે સંન્યાસીને એને અધિકાર ન છતાં) પોતે જાતે કરી, અને શાસ્ત્રના વિધિનિષેધ કરતાં માતા-પુત્રને સ્નેહ અધિક છે એ મહાન સત્ય જગતને દેખાયું.”
શંકરાચાર્યના જીવનકાળ દરમ્યાન દેશ ધનવાન અને આબાદીવાળો હતો, એ એક જ અપવાદ બાદ કરે, તે એ વખતે જે પ્રશ્નો ભારતીય માનસ આગળ પડેલા હતા તે આજના જેવા જ હવા. જોઈએ; અને શંકરની દૃષ્ટિએ તે રાષ્ટ્રીય મહત્ત્વના દેખાયેલા એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com