________________
/
હરિજનને પૂજાને અધિકાર ધવલેશ્વરની આરાધના કરીને સ્વર્ગમાં ગયા છે, ને હજુ પણ જશે.” પુસ, શ્વપાક, કે બીજા પણ જે કઈ મ્લેચ્છ જાતિના લેકે હરિના ચરણની એકાગ્રપણે સેવા કરે તે મહાત્માઓ વંદનીય છે. ભક્તિમાન શ્વપાકની તો દેવો પણ પૂજા કરે છે.” (પદ્મપુરાણુ) ૨૧
એથીયે અગત્યની વાત હવે કહે છે. વૈષ્ણવ કેને કહેવાય?
જેના મુખમાં હરિનું નામ છે, જેના હૃદયમાં સનાતન વિષ્ણુનું સ્મરણ છે, ને જેના ઉદરમાં વિષ્ણુનું નૈવેદ્ય છે તે – ભલે શ્વપાક હોય તોયે – વૈષ્ણવ છે.” (પદ્મપુરાણ)૨૨
જેના મુખમાં હરિનું નામ છે, ને જેના મનમાં હરિનું દર્શન કરવાની આતુરતા જાગી છે, તે તો વૈષ્ણવ છે જ. એનું મુખ ને એના પગ હરિમંદિર તરફ વળ્યા છે એટલું બસ છે.
“ચારે વેદ ભણેલો માણસ મને પ્રિય નથી. મારે ભક્ત શ્વપાક હોય તેયે તે મને પ્રિય છે. તેને આપવું, તેની પાસેથી લેવું, ને જેમ મારી પૂજા કરે તેમ તેની પૂજા કરવી.' (પુરાણ) ૨૩ - “રામ રામ રામ રામ એ જપ કરવાથી ચંડાલ પણ પવિત્ર થાય છે.” (પદ્મપુરાણ) ૨૪
દસ્યઓને પણ વેદધર્મક્રિયા કરવાનો અધિકાર છે, એમ વાલ્મીકિરામાયણમાં માહામ્યમાં કહ્યું છે. પદ્મપુરાણ કહે છે કે
ચાંડાલે ને હીન વણે હલકા છે એ વાત વીસરી જાઓ, ને - વિષ્ણુની પેઠે તેમની પણ પૂજા કરો.
'चांडालो तथा बीजा हीन गणाता वर्णोमा जन्मेला माणसोने पग धोवानुं पाणी तथा पुष्कळ भोजन आपी, विष्णुनी पेठे तेमनी पूजा
करो.१२१
આવાં વચને હિંદુ ધર્મનું ખરું હાર્દ પ્રગટ કરે છે. તેને કેમ વિસારે પાડી શકાય? - આ વિષયને અંગે મહામહોપાધ્યાય શ્રીધરશાસ્ત્રી પાઠક કહે છે?
ઉપર જે વચનો આપ્યાં છે તે પરથી જણાય છે કે અસ્પૃશ્ય ગણાતા લોકોની અસ્પૃશ્યતા દૂર કરવાની શક્તિ આટલી ચીજોમાં છે? (૧) ઊર્ધ્વપુણ્ડધારણ, (૨) તુલસીમાલાદિ વિષ્ણુનિર્માલ્ય, (૩) વૈષ્ણવ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com