________________
(૧૮૪)
મહાવીર અને શ્રેણિક હા, એમજ છે. એ સર્વના તમે ભાડુતી નાથ-માલેક છે. એ બધી વસ્તુઓને તમે તમારી પોતાની માની બેઠા છે, પણ વખત આવે ત્યારે એમાંની કેઈ પણ ચીજ તમારે કાંઈ કામ નથી. એ તમને જરાય સહાય કરે એમ નથી.”
શું સહાય કરે એમ નથી મુનિવર? એ શું બોલ્યા. મારી સ્ત્રીઓ રાતદિવસ મારી સેવામાં રક્ત રહે છે, મારા હુકમે હાજર ને હાજર રહે છે. મારી મરજી મુજબ એમની પાસેથી હું એવા લઈ શકું છું, તેમજ મારા સૈન્ય, હાથી, ઘોડા, રથ વગેરે માટે જ ઉપયોગી છે. મારા સિવાય બીજાને એનો ઉપગ કરવાની જરાય સત્તા નથી. સમરાંગણમાં એ મને અણમેલી સહાય કરનારા છે. શત્રુના સૈન્યને જીતી તેઓ મને વિજય અપાવનારાં છે.”
છતાંય અણીને સમયે એ તમારે નકામાં છે.” મુનિ બેલ્યો. “તેથી જ તમે અનાથ છો.”
આપને આટઆટલે સ્પષ્ટ ખુલાસો કરવા છતાં આપ મને અનાથ કહે છે તે એનો હેતુ શું છે? ક્યી બાબતમાં હું અનાથ છું એનો ખુલાસો તે આપજ કહે ત્યારે.”
રાજન ! તમે તમારી કલ્પના પ્રમાણે તમારા અનાથપણાના વ્યાખ્યા કરી અને મારા નાથ બની તમે કરૂણું બતાવી, છતાં વસ્તુત: તમે અનાથ અને સનાથને ભેદ સમજતા નથી તેથીજ તમને અકળામણ થાય છે. એ ગુંચવણ દૂર થતાં જ સહેજે સમજાઈ જશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com