________________
અપમાન.
ગ્રહણ કરવાથી શુદ્ધ થવાય તે પછી એમાં સ્નાન કરવાથી તે અવશ્ય આપણું પાતક નાશ થાય જ.”
અરે બાઈ ! આ તમે શું બેલે જાવ છે. એમજ સ્નાન કરવાથી પાતક દૂર થતું હોય તે કડવી તુંબડીને લાખ વાર સ્નાન કરાવી શુદ્ધ કરે. અવશ્ય એની કડવાશ દૂર થશે કેમ ખરુંને? કેલસાને કેડવાર ગંગાના જળમાં ધોવાથી કાળાશ જાય ખરી કે? અરે જે સ્નાનથી જ મુક્તિ મળતી હોય તો તમે જાણવા છતાં પ્રતિદિવસ જળમાં કેમ પડી રહેતાં નથી?”
સુકાનાં વચન સાંભળી તાપસી વિચારમાં પી. શું જવાબ આપવો તે માટે તે અકળાવા લાગી. “અરે ! આ તે બકરી કાઢતાં ઉંટ ઘુસી ગયું. હવે શું થાય.”
તાપસીને વિચારમાં પડેલી જોઈ સુજેઠા બેલી “બાઈ! ખચીત તું જ ભૂલી છે. શાસ્ત્રમાં શુદ્ધિ પાંચ પ્રકારે કહી છે તેની તને ખબર છે?”
- “પાંચ પ્રકારની ! કયી? ક્યી?” - " “પ્રથમ દયાશુદ્ધિ, બીજી સત્યવચનશુદ્ધિ, ત્રીજી તપશુદ્ધિ, ચેથી ઇંદ્રિયદમનશુદ્ધિ અને છેલ્લી-પાંચમી જલશુદ્ધિ કહેલી છે. પ્રથમની ચાર શુદ્ધિ વગર એકલી જળશુદ્ધિ તે નકામી છે. સમજી? આ ચાર શુદ્ધિરૂપ ધર્મ જીનેશ્વર ભગવંતે કહેલો છે અને જળશુદ્ધિ તે પાંચમી કહી છે.
છતાં તું વસ્તુતત્વ સમજ્યા વગર લોકોને ખોટો ઉપદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com